Rajkot Fire incident : રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો કરશે ગાંધીનગર કૂચ

July 10, 2024

Rajkot Fire incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને હજુ પણ ન્યાય મળ્યો નથી. ત્યારે આજે આ ઘટના મામલે અગ્નિકાંડના પીડિતો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. જેમાં 11 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ આ પીડિતોએ ન્યાય માટે હવે મુખ્યમંત્રીને મળ્યા છે.

પીડિત પરિવારો મુખ્યમંત્રીને મળ્યા

TRP અગ્નિકાંડના 24 પરિવારના એક થી બે વ્યક્તિ મળી આખું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રીને મળ્યા હતા. તેમની સાથે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સહિતનું પ્રતિનિધિ મંડળ પણ ગાંધીનગર પહોંચ્યું છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પીડિત પરિવારોને પૂરતો ન્યાય મળશે તેવી હૈયા ધારણા આપી હતી. આ સાથે જ પીડિત પરિવારોએ પોતાની માંગણી સરકાર સમક્ષ રજુ કરી છે. જો એ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ગાંધીનગર કુછ કરશે.

Rajkot Fire incident

પરિવારજનોએ કરી છે આ માંગ

મહત્વનું છે કે, TRP અગ્નિકાંડ પિડીત પરિવારોએ ન્યાય માટે પીએમ મોદી , અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલને રજુઆત કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે, આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરાવામા આવી છે પરંતુ પડદા પાછળના ખરા આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાઆવી નથી. જેથી આ કેસની તપાસ માટે સુપરવિઝન કમિટિ બે દિવસમાં બનાવવાની, આ સાથે તપાસ ટીમમાં ips સુધા પાંડે, સુજાતા મજુમદાર અને નિર્લિપ્ત રાય આ ત્રણમાંથી કોઈ પણ બે અધિકારીઓને લેવામા આવે, આ ઘટનાની ટ્રાયલ છ માસમાં પૂર્ણ થાય, આમાં જે પણ નેતાઓની મીલીભગત હોય તેની તપાસ થાય અને તેની સામે તાયદેસની કાર્યવાહી કરવામા આવે, તેમજ આ ગેમઝોન ચલાવવા માટે જે પણ વિભાગના અધિકારીએ મંજૂરી અપાવી હોય તેની ધરપકડ થાય અને તટસ્થ તપાસ થાય,

આ ગેમઝોનમાં અગાઉ એક આઈપીએસ અધિકારીના જન્મ દિવસની પાર્ટી જવવા ગયેલા તે સંબંધેના કોટોગ્રાફસ “trp_games-food- entertainment” INSTAGRAM પર શેર કરેલ છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે વખતના રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપાલિટી કમિશ્નર અમિત અરોરા, ડી.સી.પી.ઝોન-1 પ્રવિણ મિશ્રા તથા ડી.આર.એમ. રાજકોટ રેલવે સહિતના અન્ય જવાબદાર અધિકારીઓ હાજર હતા અને તે પૈકી જે જવાબદાર અધિકારી હોય તેની આ ગુનાના કામે પ૨ ધરપકડ થાય અને અન્ય અધિકારીઓને આ ગુનાના કામે સાહેદ તરીકે લેવામાં આવે અને તમામની ગેરકાયદેસરની સંપતિની CBI દ્વારા તપાસ થાય.

આ સાથે સામુહિક હત્યાકાંડના ગુનામાં મૃત્યુ દંડની સજાની જોગવાઈ કરવાનો સુધારો આ સંસદના ચાલુ સત્ર દરમિચાન કરવામા આવે અને તે કોર્ટમાં પેન્ડિંગ તમામ કેસ પર લાગુ પડે તે મુજબનો સુધારો કરવાની માંગ, આ સાથે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરીને તેમાંથી મૃતકોના પરિવારજોનોને 50 લાખથી વધુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામા આવે.

આ પણ વાંચોTeachers Recruitment : ગુજરાતમાં ક્યાં કેટલા કોમ્પ્યુટર શિક્ષકોની ઘટ્ટ ? સરકાર ક્યારે કરશે કોમ્પ્યુટર શિક્ષકોની કાયમી ભરતી ?

Read More

Trending Video