Rajkot Fire Incident : રાજકોટમાં (Rajkot) 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ (Rajkot Fire Incident) લાગી હતી. આ અગ્નિકાંડમા 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ મામલે તપાસ માટે SIT ની રચના કરવામા આવી હતી પરંતુ SIT પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ મામલે યોગ્ય તપાસ થાય તેના માટે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત કરવામા આવી હતી. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા વિભાગીય તપાસ માટે સમિતિની રચના કરવામા આવી છે.
તપાસ સમિતિની રચના કરાઈ
પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં અંતે સરકાર દ્વારા ત્રણ ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવામા આવી છે. આ તપાસ સમિતિમાં મનીષા ચંદ્રા,પી. સ્વરૂપ,રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામા આવ્યો છે. આ સમતિ તપાસ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. આગામી 2 જુલાઈએ સમિતિ રિપોર્ટ આપશે.
કોંગ્રેસે યોગ્ય તપાસની માંગ કરી હતી
કોંગ્રેસ દ્વારા SIT પર પણ સવાલ ઉઠાવવામા આવી રહ્યા હતા અને જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. આ સાથે પ્રામાણિક અને મજબૂત અધિકારીની નિમણુક કરવામા આવે તેવી માંગ કરવામા આવી હતી.
આ પણ વાંચો : West Bengal Train Accident: કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી ભટકાઈ, અનેક લોકો ઘાયલ થયાની આશંકા