Rajkot Fire Incident: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire) મામલે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા તપાસ કરવામા આવી રહી છે. આ તપાસ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાના (RMC) ટાઉન પ્લાનિંગ વિભાગના ATP (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર) રાજેશ મકવાણા (Rajesh Makwana) તેમજ જયદીપ ચૌધરીની (Jaideep Chaudhary) સંડોવણી ખુલતા તેમની ધરપકડ કરવામા આવી હતી. આ બંન્ને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા. ત્યારે કોર્ટે આ બંન્ને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખોટુ રજીસ્ટર ઉભુ કરવામાં ભૂમિકા
રાજકોટ અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire) મુદ્દે SITની તપાસમાં ખુલાસો થયો હતો કે, TRP ગેમઝોનનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટેની કોઈ પણ પ્રકારની અરજી કોર્પોરેશનમાં કરવામાં આવી ન હતી. આ અગ્નિકાંડ 25 મેના રોજ સર્જાયો હતો અને 26 મેના તેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. ઘટનાના એક જ દિવસ બાદ ગેમઝોનના મલિક અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહેવા પર ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. જાડેજાની સૂચનાથી કોર્પોરેશનના ઓરીજનલ દસ્તાવેજનો નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં થઈ શકે છે વધુ ખુલાસા
પ્રાપ્ત વિગતો મુજબ ખોટા દસ્તાવેજો રજુ કરવા મામલે રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના આ બે અધિકારીઓની સંડોવણિી ખુલી હતી જેમાં પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી નહીં હોવા છતાં ગુનાના કામે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. અગ્નિકાંડ બાદ ATP રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરી દ્વારા ખોટું રજીસ્ટર તૈયાર કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગુનામાં અન્ય કોની કોની સંડોવણી છે તે મુદ્દે તપાસ કરવામા આવશે. જેમ જેમ તપાસ કરવામા આવી રહી છે તેમ તેમ વધુ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો : Gujarat Congress: શક્તિસિંહે દહેજ અને સાયખા GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કરી ભાજપને આડેહાથ લીધી