Rajkot Eye Hospital : ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદના મંડળમાંથી એક અંધાપા કાંડ સામે આવ્યો હતો. જે બાદ આંખની હોસ્પિટલની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા હતા. હવે ફરી એક વખત જસદણના વીરનગરની હોસ્પિટલમાં 30 દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શનની અસર થતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. આંખના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપાનું ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો ?
જસદણના વિરનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલ માં જે 1956 ની કાર્યરત છે સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બર ના રોજ 30 જેટલા દર્દીઓ ને આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં 10 જેટલા દર્દીઓને ઈન્ફેકશન લાગતા આંખના પડદા પર અસર થતા અંધાપો આવતા વધુ સરવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાંથી નવ દર્દીઓની હાલ તબિયત નાજુક હોવાની માહિતી મળી રહી છે.
આંખની હોસ્પિટલના ડોક્ટર સી.એલ.વર્મા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે વાતાવરણમાં વાયરસની અસર હોય જેના કારણે આ દર્દીઓને ઈન્ફેશન થયુ હશે. અમારી હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને રાજકોટ આરોગ્યની ટીમ તપાસ કરી રહ્યા છીએ. દસમાંથી નવ દર્દીઓની શિવાનંદ આંખની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
દર્દીઓના જણાવ્યા મુજબ મોતિયાના ઓપરેશન બાદ શરૂઆતના ત્રણ દિવસ તકલીફ પડી હતી. હાલ ઝાંખુ ઝાંખું દેખાવા લાગ્યો છે. હાલ ઓપરેશન વિભાગને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે સીલ કરેલ છે. અને સરકારમાંથી મંજુરી મળ્યા બાદ ઓપરેશન વિભાગ શરૂ કરવામાં આવશે આરોગ્ય વિભાગ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી સેમ્પલો લઇ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. અને જસદણમાં શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન વિભાગને સીલ મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Nepal Flood : નેપાળમાં આકાશમાંથી વરસી આફત, 39ના મોત, અનેક જિલ્લામાં પૂરના કારણે 11 લોકો લાપતા