Rajkot Drugs Case : રાજયભરમાં પોલીસે નો ડ્રગ્સ મુહિમ શરૂ કરી પરંતુ આ મુહિમ ક્યાંક ભાજપને જ ભારે પડી રહી હોય એવું લાગી રહ્યું છે. કારણકે પહેલા સુરતમાં રેડ કરી અને પોલીસે ત્રણ આરોપી પકડયા પરંતુ આમ પકડાયેલો આરોપી વિકાસ આહીર જે ભાજપનો જ કાર્યકર્તા નીકળ્યો અને આ મહાશયના ફોટા હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ સી.આર પાટીલ જોડે પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટમાં ભાજપ તાલુકા અનુસૂચિત જાતિના મંત્રીનો દીકરો ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપાયો છે.
રાજકોટ SOGએ ચોકકસ બાતમીના 150 ફૂટ રીંગ રોડ પર ભક્તિધામ સોસાયટીમાં આવેલા નં. 19માં દરોડો પાડી ટેબલ નીચે સંતાડાયેલ 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સની સાથે પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીમાં પાર્થ દેવકુ મકવાણા અને તેના મિત્ર સાહિલ ઉર્ફે નવાબ સોઢાને ઝડપી લીધા છે. પાર્થ મૂળ જસદણ નો રહેવાસી છે. જ્યાં જસદણમાં પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે. અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે.
તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. અહીંયા સવાલ એ જ ઉભો થાય છે કે ભાજપના જ નેતાઓના દીકરા અને કાર્યકર્તાઓ જ ડ્રગ્સનું વેચાણ કરતા હોય તેવું લાગી થયું છે. પાર્થ મકવાણા કે જેના પિતા દેવકુભાઇ મકવાણા ભાજપમાં છે તો શું તેનું કોઈ કશું બગાડી નહિ શકે માટે તેને કોઈ ડર ન હતો? અને કદાચ એટલા માટે જ તે બેખોફ બનીને ડ્રગ્સ નો વેપાર કરતો હતો કારણકે તેને ખબર હતી કે જો તે ક્યાં પકડાશે તો તેના પિતા ભાજપમાં આગેવાન છે અને તેને બચાવી લેશે.
દેવકુ મકવાણા જે આમ તો એક રિટાયર્ડ શિક્ષક છે આખી જિંદગી તેમણે છોકરાઓને ભણાવ્યા છે. અને સારી જિંદગી જીવવાનું શીખવાડ્યું છે પરંતુ તેમના પોતાના દીકરાને જિંદગીનો પાઠ ના શીખવાડી શક્યા ? હાલમાંતો પોલીસે પાર્થ અને તેના મિત્ર પાસેથી કુલ રૂ. 10.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. હર્ષ સંઘવી કે જે નો ડ્રગ્સ મુહિમ શરૂ કરી છે પરંતુ આ મુહિમ તમારી ખરેખર સફળ જશે ખરી કારણકે આમા તો તમારા જ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોના દીકરાઓ ડ્રગ્સ વ્હેંચાતા પકડાયા છે ત્યારે હવે ખરેખર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી માત્ર નામની જ કાર્યવાહી થશે ?
આ પણ વાંચો : Gujarat Rain Alert : રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, હવામાન વિભાગનું 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ