Rajkot: ગુજરાતમાં (gujrat) ઘણા સમયથી કોઈ ને કોઈ ગુનામાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવ્યા છે. જેમ કે કોઈ નેતાઓના બુટલેગર (Bootlegger) સાથેના સબંધો હોય, નેતાઓના ડ્રગ્સના આરોપીઓની સાથે સંબંધ હોય, અને દુષ્કર્મના કેસમાં પણ ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે. ત્યારે ફરીવાર આવી જ એક ઘટના સામે આવીછે. જેમાં ભાજપના નેતા દારૂના નશામાં પકડાયા છે. હજી તો થોડા દિવસ પેહલા જ તેઓ જેલમાંથી છૂટીને આવ્યા છે. તો પણ સુધરતાં નથી અને પાછા તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે.
દારુ ઢીંચીને આવેલા ભાજપના નેતા ફરી વિવાદમાં
ધોરાજીથી એક ઘટના સામે આવી છે. ધોરાજી તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ કેવિન હાસલીયા દારૂના નશામાં પકડાયા છે.રાત્રીના 1 વાગ્યે પોલીસે દ્વારા ઝાંઝમેર ગામમાંથી નશાની હાલતમાં પકડી પાડેલ છે. ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે. આ ભાજપના નેતા વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં આ નેતા વિરુદ્ધ થોડા દિવસો પહેલા એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ થઇ હતી.
કેવિન હાસલીયા વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ શું હતી ?
કેવિન હાસોલીયા અગાઉ પણ એટ્રોસિટીના કેસમાં જેલની હવા ખાઈને આવ્યા છે. કેવિન હાસોલીયાએ ઝાંઝમેર ગામના મહિલા સરપંચના પતિને જાતિ વિષયક ગાળો આપી હતી. મહિલા સરપંચ અને તેમના પતિએ ભાજપના નેતા વિરુદ્ધ એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવી હતી.
શું ભાજપ આવા નેતા સામે પગલા લેશે ?
ભાજપ નેતાઓ દિવસેને દિવસે આટલા બેફામ બની રહ્યા છે. કેમ આ નેતાઓને કાયદાનો પણ ડર નથી રહ્યો. શું નેતાઓ એમ માને છે કે અમે ભાજપમાં છીએ, અને સત્તામાં છીએ એટલે કોઈ અમારુ કંઈ પણ નહિ બગાડી શકે. શું કાયદો એ ફક્ત સામાન્ય માણસો માટે જ બન્યો છે. શું કાયદો ભાજપ નેતાઓને લાગુ નથી પડતો? કેમ ભાજપ આવા નેતાઓને છાવરે છે. કેમ ભાજપ પર અવાર નવાર સવાલો ઉઠાવવા પડે છે. શિસ્ત ગણાતી ભાજપ આ નેતા વિરુદ્ધ સામે કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું?