Rajkot Congress : રાજકોટમાં આજે મનપાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી. આ વખતે પણ રાજકોટ મનપાના આ દ્વિમાસિક જનરલ બોર્ડમાં હોબાળો યથાવત રહ્યો હતો. રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ભ્ર્ષ્ટાચારનું જાણે હબ બન્યું હોય તેવી પરિસ્થિતિ છે. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષે રોડ-રસ્તા, સ્મશાનના લાંકડાનો કોન્ટ્રાક્ટ, ગૌ માતાના મોત સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર જવાબ આપવા અસમર્થ હતા. જે બાદ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. અને વિપક્ષને બોર્ડની બેઠકમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડની બેઠકમાં થયેલ હોબાળા મામલે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના વરસાદમાં 250 ગાયો ભૂખથી અને ઠંડીથી ઠૂંઠવાઈને મૃત્યુ પામી છે. આ ગૌ હત્યા છે અને તેનું પાપ ભાજપના નેતાઓને લાગશે. શહેરમાં 12,000થી વધુ ખાડાઓ છે. ગેરેન્ટીવાળા ડામર રોડ તૂટે તો જવાબદારી કોની? વિપક્ષે શાસકોને BPMC એક્ટના નિયમો સમજાવ્યા હતા.
Rajkot : જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે પક્ષ-વિપક્ષ પોતે સામસામે કરવા લાગ્યા શાબ્દિક પ્રહાર#rajkot #RMC #gujarat #viralvideo #opposition #Nirbhaynews pic.twitter.com/j5enyoAfn7
— Nirbhaynews (@nirbhaynews1) September 20, 2024
રાજકોટ મનપામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ દ્વારા સરકારી કામગીરી અને એક્શન પ્લાન સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જયારે વિપક્ષ દ્વારા ઢોર ડબ્બા, ડ્રેનેજની ફરિયાદો, ફાયર NOC, આજી રિવરફ્રન્ટ, સફાઇ કામદારોના સેટઅપ, સ્મશાનનાં લાકડાંના નિકાલ, બાંધકામ પ્લાન જેવી માહિતી માંગવામાં આવી હતી. સ્મશાનનાં લાકડાં કૌભાંડ થયું, જેને લઇને અમે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવતી વખતે ચાલુ બોર્ડ દરમિયાન હાથમાં પ્લેકાર્ડ રાખી દેખાવ કરતાં માર્શલ દ્વારા મેયરની સૂચનાના આધારે વિપક્ષ નેતા સહિત વિરોધ કરતા કોર્પોરેટરને ચાલુ બોર્ડની બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ ગેરેંટીવાળા રોડ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગેરંટીવાળા ડામર રોડ તૂટી જતાં હોય તો આમાં કોની જવાબદારી કોની ? અધિકારીની, કોન્ટ્રેક્ટરની કે પદાધિકારીની થાય છે ? તેમને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવા મેયરસાહેબ સક્ષમ નહોતા. ભાજપ દ્વારા કોઈ જ મુદ્દે જવાબ આપવામાં આવતા નથી. અને તે અમારા સવાલોથી ભાગે છે તેથી જ વિપક્ષને બોર્ડમાંથી બહાર કઢાવી નાખે છે.