Rajkot: ભાજપ (BJP) દ્વારા દેશભરમાં જોરશોરથી સદસ્યતા અભિયાન (membership campaign) ચલાવવામાં આવી રહ્યુ છે. ભાજપ વધારેમાં વધારે લોકો આમાં જોડાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપનું આ સદસ્યતા અભિયાન જે રીતે ચલાવવામા આવી રહ્યુ છે તેના કારણે તે વિવાદમાં (controversy) પણ આવી રહ્યું છે અગાઉ આ સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પુરો કરવા માટે બાળકોને સદસ્ય બનાવી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ હતુ ત્યારે આજે ફરી એક વાર ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે ઠેર ઠેર મસમોટા બોર્ડ લગાવવામા આવ્યા છે. ત્યારે આ ભાજપે લગાવેલા સાઈન બોર્ડને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
ભાજપના સદસ્યતા અભિયાનના બોર્ડને લઈને વિવાદ
મળતી માહિતી મુજબ રાજકોટમાં ઠેર-ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઈન બોર્ડને લઈને કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામા આવી રહ્યા છે. આ મામલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પત્રકાર પરિસદ કરી હતી અને શહેરમાં ઠેર ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઈન બોર્ડને લઈને સવાલ ઉઠાવ્યા હતા. મહાપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ નાના માણસોના બોર્ડ હટાવી અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જોકે ભાજપને મોકળુ મેદાન આપવામાં આવ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. આમ ભાજપના સદસ્યતા અભિયાનને લઈને તેમણે આકરા પ્રહાર કર્યા હતા.
અતુલ રાજાણીના તંત્રના પર આક્ષેપ
અતુલ રાજાણીએ જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા સદસ્યતા અભિયનના શહેરના તમામ મુખ્ય ચોકમાં લગાવી દેવામાં આવ્યા છે. આ જગ્યા રોકાણ વિભાગને સવાલ કરવામાં આવતા કોઈ જવાબ આપવમા આવ્યો નથી જેથી આ બેનરો લગાવવાની મંજૂરી લેવામાં ન આવી હોય તેવું લાગી રહ્યું છે. મંજૂરી વિનાના બોર્ડ-બેનરો ઉતારતા દબાણ હટાવ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી
આ સાથે જો મંજૂરી ન લીધી હોય તો આ બેનરો તાત્કાલિક હટાવવાની પણ શહેર પ્રમુખે માંગ કરી હતી. તેમજ રાજકોટનું તંત્ર પણ ભાજપના ઈશારે કામ કરતું હોય તેવા આક્ષેપ તેમણે કર્યા છે. મહાપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા શંકાસ્પદ અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને નાના માણસો ના બોર્ડ હટાવી અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે જોકે ભાજપને મોકળુ મેદાન આપવામાં આવ્યું હોવાનું અતુલ રાજાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે આ મામલે ચીમકી ઉચ્ચરતા જણાવ્યું હતુ કે, આ મામલે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનર પાસે વિગતો માંગવામાં આવી છે. જો આ વિગતો આપવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે.
સદસ્ય બનવા લોકોને મજબુર કરવામાં આવતા હોવાનો આક્ષેપ
વધુમાં અતુલ રાજાણીએ ભાજપના સદસ્ય બનવા કોઈને રસ નથી છતા શૈક્ષણિક સંસ્થાઓ અને લોકોને જોડવા મજબૂર કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ અતુલ રાજાણીએ કર્યો છે અને રાજકોટમાંજંગલ રાજ જેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : આણંદના વિદ્યાનગરમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ધિંગાણું, ઘટના પાછળનું કારણ ચોંકાવનારું