Rajkot Congress : રાજકોટમાં કોંગ્રેસની ભ્રષ્ટાચાર પર નિબંધ સ્પર્ધાની જાહેરત, હવે ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને

September 11, 2024

Rajkot Congress : ગુજરાતમાં દિનપ્રતિદિન ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમ કે મુખ્યમંત્રી ઓવરબ્રિજનું લોકાર્પણ કરે અને થોડા જ દિવસોમાં બ્રિજ પર તિરાડ પડે કે લોખંડના સળિયા દેખાવા માંડે, સરકારી કામમાં અધિકારી શાહી વધી રહી છે, કે પૈસા આપ્યા વગર કોઈ કામ થતા નથી. નકલી પોલીસ હોય કે, નકલી કલેક્ટર , નકલી ટોલનાકું અને દાહોદમાં તો નકલી કચેરી પકડાઈ , પણ સરકારે તો નકલી કચેરીને કરોડોની ગ્રાન્ટ પણ આપી દીધી. ત્યારે સૌથી મોટી ભ્રષ્ટાચારની ઘટના તો રાજકોટથી સામે આવી હતી. જેમાં ભ્રષ્ટાચારના લીધે TRP ગેમઝોનમાં 27 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે રાજકોટ કોંગ્રેસે તંત્રના ભ્રષ્ટાચાર ઉપર નિબંધ લખો અને પૈસા જીતો એવી જાહેરાત કરી છે. હવે આ મુદ્દે રાજકોટનું રાજકારણ ગરમાયુ છે. જે બાદ ભાજપ અને કોંગ્રેસ એકબીજાને વાર પ્રતિવાર કરી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ શું કહ્યું ?

રાજકોટની મહાનગરપાલિકામાં TRP ગેમઝોન બાદ ભ્રષ્ટાચારની ઘણી બધી ઘટનાઓ સામે આવી છે. કોંગ્રેસે મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર પર તમે નિબંધ લખો અને પૈસા જીતો તેવી જાહેરાત કરી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતા રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ”મહાનગરપાલિકમાં રોડ રસ્તા સહીત સ્મશાનના લાકડામાં પણ કૌભાંડ સામે આવે છે. સરકાર ખાલી તાયફાઓમાં જ વ્યસ્ત હોય છે, અને જનતા ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે. ત્યારે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખો અને પ્રથમ વિજેતાને 51000 રૂપિયા, બીજા વિજેતાને 21000 રૂપિયા અને ત્રીજા વિજેતા 11000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ભાજપમાં સુશાસન આવે તેના માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.”

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની પ્રતિક્રિયા

જયમીન ઠાકરે કહ્યું કે, ”કોંગ્રેસ આ નિબંધમાં પોતાના ભ્રષ્ટાચારને પણ સમાવે. 2014 પહેલા દેશમાં કોંગ્રેસનું શાસન હતું. ત્યારે કૅલ્ક્યુલેટરના આંકડા પણ ટૂંકા પડે તેટલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. વર્ષ 2000માં જયારે મહાનગરપાલિકામાં કોંગ્રેસના મેયર સ્વર્ગસ્થ મનસુખભાઇ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે ટેલિફોનિક વાત કરતા તેના સાથે 3 થી 4 લાખના બિલ હજી સુધી મહાનગરપાલિકમાં પડેલા છે. કોંગ્રેસના ડેપ્યુટી મેયર આબુથી દારૂ લઇ આવતા પકડાયા હતા. ત્યારે કોંગ્રેસ પહેલા પોતાના ભ્રષ્ટાચાર પર નિબંધ લખે.

રાજકોટમાં તો છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે આ ભ્રષ્ટાચાર પર જનતા નિબંધમાં શું લખે છે. તેનાથી હવે નેતાઓને પણ ભાન થશે કે તેમનું ભવિષ્ય કેટલું ઉજળું છે કે કાળું છે ? અને આવનાર ચૂંટણીઓમાં જનતાનો શું મૂડ હશે તે તો આ નિબંધ પરથી નેતાઓને ખબર પડી જશે.

આ પણ વાંચોPatna Bomb Blast : પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભામાં વિસ્ફોટ, આરોપીઓની સજામાં કરવામાં આવ્યા મોટા ફેરફાર

Read More

Trending Video