Rajkot: ધોરણ 4 ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, જમવા બેઠા બાદ ઉભા થવા જતા વિદ્યાર્થીનું હૃદય થંભી ગયુ

July 29, 2024

Rajkot: ગુજરાતીઓ (Gujarati) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.  રાજ્યમાં ફરી એક વાર હાર્ટ એટેકનો (heart attack) કહેર જોવા મળી રહ્યો છે.  હાર્ટ એટેકના કારણે રાજ્યમાં અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે રાજકોટમાં (Rajkot) 24 કલાકમાં 10 વર્ષના બાળક સહિત 5 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

રાજકોટના ધોરણ 4ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ

પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટમાં રણુજા મંદિર પાસે રહેતા અને ધોરણ-4માં અભ્યાસ કરતા પૂર્વાગ નેમિશભાઈ ધામેયા નામનો 10 વર્ષીય બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો અને ત્યારે તેને ઉલટી થતાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારે આ બાળકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં 24 કલાકમાં અન્ય 4 લોકોના પણ હાર્ટ એટેકથી મોત

પ્રાથિમિક વિગતો મુજબ પૂર્વાગ ધામેચાને બે દિવસ ઝાડા ઉલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. અને ત્યાં તબીબે ઈન્જેક્શન આપીને તેની સારવાર કરી હતી. ત્યારે આજે બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું તબીબે જણાવ્યું હતું. આ સાથે રાજકોટમાં 24 કલાકમાં અન્ય 4 લોકોનું પણ હાર્ટ એટેકના કારણે મોત નિપજિયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરી એક વાર હાર્ટ એટેકના કારણે મૃત્યુનો આંક વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ આવેદન આપી વળતરની કરી માંગ

Read More

Trending Video