Rajkot માં ચેતેશ્વર પૂજારાના સાળાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા, દુષ્કર્મની ફરિયાદના ઠીક એક વર્ષ બાદ કર્યો આપઘાત

November 26, 2025

Rajkot : છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે. આજે વધુ એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. રાજકોટમાં ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. એક વર્ષ પહેલા જેના પર તેની જ મંગેતર દ્વારા દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યા હતા. આજે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારથી જ જીત ઘરે જ હતો. પરિવારજનો તેના રૂમમાં જોવા ગયા તો તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં તાત્કાલિક કાલાવડ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટાફે હોસ્પિટલ તેમજ ઘરે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલ કોઈ સુસાઈડ નોટ મળી નથી, પરંતુ પોલીસે ઘરની તપાસ હાથ ધરી છે. ઠીક આજથી એક વર્ષ પહેલા એટલે કે 26 નવેમ્બર 2024ના તેના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને આજે ઠીક એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર 2025ના રોજ તેણે પોતાના ઘરે આત્મહત્યા કરી છે.

Read More

Trending Video