Rajkot :રાજકોટમા (Rajkot) દિલ્હી (Delhi) જેવી દુર્ઘટના (Delhi AirPort) સર્જાઈ છે. દિલ્હી એરપોર્ટ પર છત તૂટ્યા બાદ રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના (rajkot hirasar airport) ટર્મિનલમાં કેનોપી તૂટી હોવાની વિગતો સામે આવી છે. જર્મન ડોમ તૂટતા એરપોર્ટ પર નાસભાગ મચી ગઈ છે.
કોઈ જાનહાની નહીં
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહારના પેસેન્જર ટ્રાન્સપોર્ટ એરિયાની કેનોપી શનિવારે ભારે વરસાદ વચ્ચે તૂટી પડી હતી. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર છત તૂટી પડવાના એક દિવસ બાદ આ ઘટના બની છે, જેમાં ટેક્સી ડ્રાઈવરનું દુઃખદ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કેટલાકને ઈજા થઈ હતી.
આ પણ વાંચો : Ladakh Tank Accident: નદી પાર કરતી વખતે અચાનક જળસ્તર વધી જતા ટેન્ક ડૂબી, JCO સહિત 5 જવાન શહીદ