Rajkot BJP : સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પાકકા ઘડે કાંઠા ના ચઢે….ત્યારે સૌરાષ્ટ્રનું હબ રાજકોટમાં ગઈકાલે ભાજપની સંગઠનની સભા યોજાઈ હતી. જેમાં પાટીલ સાહેબે પોતાના જ પક્ષને પાક્કા ઘડે કાંઠા ચઢાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઈ હતી. આ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં હવે પાટીલ સાહેબે હોદ્દના ક્રમ કેવી રીતે મુકવા તેના પાઠ ભણાવવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.
શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના નેતાઓને પોતાની જ પાર્ટીના કાર્યકરોને ચાલુ સભાએ શિસ્તના ક્લાસ આપવા પડે તેવું લાગે છે. તાજેતરમાં રાજકોટમાં સીઆર પાટીલની ઉપસ્થિતિમાં એક સંગઠનની સભા યોજવામાં આવી હતી. અને આ સભામાં રાજકોટના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં પરષોત્તમ રૂપાલા ભાનુબેન બાબરીયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. પરંતુ આ સભામાં ભાજપ પાર્ટી શિસ્તબદ્ધ છે કે નહીં તેનો એક મોટો ખુલાસો થઈ ગયો છે. ખાસ કરીને રાજકોટના નેતાઓને શિસ્ત ખૂદ સી આર પાટીલે શીખવાડવી પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. જયારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના હાથમાં લિસ્ટ આપવામાં આવ્યું ત્યારે પાટીલ સાહેબે પણ તમને નેતાઓ પર શરમાવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
કારણકે પ્રદેશ અધ્યક્ષના હાથમાં નેતાઓના નામ ક્રમ પ્રમાણે ન હતા. એટલે કે રાજકોટ ભાજપના નેતાઓને એટલી પણ ખબર નથી કે સૌથી પહેલા મંત્રી ,સાંસદ, મેયર, અને ત્યાર બાદ ધારાસભ્ય આવે છે. અને આ રાજકોટ ભાજપના લોકોને આ ક્રમનો પણ અંદાજો લાગતો નથી. હવે સૌથી મહાન તો ભાજપ પાર્ટી જ છે જે આવા લોકોને પોતાની પાર્ટીમાં સામેલ કરે છે અને પછી ભરી સભામાં આ લોકોના ક્લાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખુદ સી.આર.પાટીએ લેવા પડે છે. એટલે કે હજારો લોકોની વચ્ચે આ બાબતે સી.આર.પાટીલે શરમમાં આવીને રાજકોટ ભાજપના નેતાઓને ટકોર કરતાં શીખવાડવું પડે છે.
આ પણ વાંચો : Gondal Marketing Yard : ગોંડલમાં ચાઈનીઝ લસણ મળી આવતા હડકંપ, ચેરમેન અલ્પેશ ઢોલરીયા ઊંઘતા ઝડપાયા