Rajkot : રાજકોટમાં (Rajkot) નાગરિકો માટે અને વીઆઇપી નેતાઓ માટે નિયમો જુદા હોય તે પ્રકારી ઘટના સામે આવી છે. રાજકોટ મહાનગર પાલીકાના (Rajkot Metropolitan Municipality) ફાયર વિભાગ (Fire Department) દ્વારા એવા એકમોને સીલ કરવામાં આવે છે જ્યાં ફાયર સેફટીના સાધનો નથી પણ રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરીયાની (Ram Mokaria) ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. જો કે સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું કહી રાજકોટ મહાનગરપાલિકાની ટીમે સીલ ન માર્યું. શહેરમાં સામાન્ય લોકો પાસે ફાયર NOC ના હોય તો તે એકમોને સીલ લગાવતી મહાનગરપાલિકા ભાજપના સાંસદ સામે નત મસ્તક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ તે થઈ રહ્યા છે કે, નાગરિકો માટે અને વીઆઇપી નેતાઓ માટે નિયમો રાજકોટમાં અલગ અલગ છે ?
રામ મોકરીયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારાઈ
રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ જાગેલા તંત્રએ વિવિધ બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી છે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના આદેશથી રાજ્યમાં હવે કોમર્શીયલ બિલ્ડીંગો અને નેતાઓની ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક નેતાઓ ફાયર સેફ્ટીના નિયમોની એસી કી તેસી કરીને ઓફિસ ચલાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે રાજકોટમાં તપાસ હાથ ધરાતા રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરીયાની ઓફિસમાં જ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા હોવાનું સામે આવ્યં છે. આ મામલે રામ મોકરીયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટીસ બાદસાંસદ રામ મોકરીયાની ઓફિસ દ્વારા જરૂરી ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કરવાની બાંહેધરી આપવામાં આવી છે.
મહાપાલિકા ભાજપના સાંસદ સામે નત મસ્તક થઈ
ત્યારે સવાલ તે થાય છે કે, સામાન્ય લોકો ફાયર બાબતેના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમના એકમોને સીલ કરવા સહિતની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ બીજી તરફ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની ઓફિસે મહાપાલિકાની ટીમે સીલ ન માર્યું જેથી ફાયર NOC વગરના એકમોને સીલ લગાવતી મહાપાલિકા ભાજપના સાંસદ સામે નત મસ્તક થઈ ગઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
રાજકોટ મનપાના ફાયર ઓફિસરે શું કહ્યું ?
ફાયર વિભાગ દ્વારા કરવામા આવેલી આ કાર્યવાહી અંગે રાજકોટ મનપાના ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હુ કે, મારુતિ કુરિયરમાં ગયા મહિનામાં આગ લાગી હતી. જે જગ્યાએ આગ લાગે તે જગ્યાએ ફાયર સેફ્ટીના સાધન છે કે નહીં તે ચેક કરવાની ફાયર વિભાગની જવાબદારી હોય છે. ત્યાં ફાયરએક્સીબ્યુટર એવું હતુ અને તેના દ્વારા કર્મચારીઓએ આગ બુઝાવી હતી અને અમારા ફાયર વિભાગના કર્મચારીઓ પણ ત્યાં ગયા હતા. ફાયર સેફ્ટીના નિમ મુજબ તેમની બિલ્ડીંગ 9 મીટરથી વધારે હાઈટમાં છે. એટલા માટે તેમને નોટીસ આપવામા આવ હતી. આ નોટીસ મુજબ તેમને ફાયર સેફ્ટીના સાધનો ફીટકરાવવા માટે સુચના આપવામા આવી છે.
ફાયર એક્ટનો નિયમ શું છે ?
તે કોમર્શીયલ બિલ્ડીંગ છે અને ફાયર એક્ટના નિયમ મુજબ 9 મીટરથી વધારે હાઈટ હોય તો તેની અંદર ફાયરના નિયમ મુજબ અલારામ સિસ્ટમ ફાયર સેફ્ટીના સાધનો તે બધ લગાવવું જરુરી છે. જેના અનુસંધાને તેમને નોટીસ આપવામા આવી છે. આ નિયનોપિરિયડ એક વીકનો હોય છે. તેમને નોટીસ આપે 5 દિવસ થયા છે. તેમને જલદી ફાયર સિસ્ટમ ફીટ કરી આપવાનું જણાવ્યું છે.
ભાજપના નેતાઓને કોઈ નિયમો લાગુ નથી પડતા ?
ઉલ્લેખનીય છે કે, અગાઉ ફાયર શાખા સામે સાંસદ રામ મોકરિયાએ લાંચનો આક્ષેપ લગાવ્યો હતો તેમણે કહયું હતુંકે, ફાયર શાખાના તત્કાલીન ડે. ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે રૂ.70,000ની લાંચ માગ્યા હતા. અને પાછળથી આ રકમ પરત પણ આપી દીધી હતી. ત્યારે ભાજપના સાંસદ પોતે જ નિયમને ગોળીને પી ગયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે, સામાન્ય લોકો અને ભાજપના નેતાઓને કોઈ નિયમો લાગુ નથી પડતા ? અધિકારીઓ કેમ ભાજપના નેતાઓ સામે કાર્યવાહી નથી કરતા ?
આ પણ વાંચો : Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના વિવધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ