Rajkot : ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, ઋષિ ભારતી બાપુ માટે કોળી સમાજ ફરી આવ્યો મેદાનમાં

September 19, 2024

Bharti Ashram Controversy : ભારતી આશ્રમનો વિવાદ હવે દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે આ માત્ર ભારતી આશ્રમ પુરતો જ નથી રહ્યો પરંતુ હવે આમા સમાજે પણ ઝંપલાવ્યું છે. આ મામલે ફરી એક વખત રાજકોટમાં (rajkot) કોળી સમાજ (koli samaj) એકઠો થયો હતો.

ભારતી આશ્રમનો વિવાદ વકર્યો

ભારતી આશ્રમનો વિવાદ હવે અંતે ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે સમાજ વચ્ચે આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે આની પેહલા પણ અનેક જગ્યાએ આવેદન પત્ર આપીને આ મુદ્દાની વાત કરવામાં આવી હતી ત્યારે ફરી એક વાર રાજકોટમાં કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ઋષિભારતી બાપુને હેરાન કરનાર તત્ત્વો સામે તાત્કાલિક પગલા ભરવા માંગ કરવામાં આવી.

Bharti Ashram Controversy

રાજકોટમાં કોળી સમાજ દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન પત્ર

ભારતી આશ્રમનો વિવાદ આશ્રમ સુધી નથી રહ્યો વિવાદ હવે સમાજમાં આવી ગયો છે અને વધુ ઉગ્ર પણ બની ગયો છે ત્યારે ઋષિ ભારતી બાપુના પડખે કોળી સમાજ આવ્યો છે અને તેમને ભારતી આશ્રમની ગાદી પાછી આપવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે કોળી સમાજ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જાણવામાં આવ્યું છે ઋષિ ભારતી બાપુને ફરી એક વાર ગાદી સોંપવામાં આવે અને જે આશ્રમનો ચાર્જ છે તે પણ તેમણે સોંપવામાં આવે. આની પહેલા પણ અનેક જગ્યાએ કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવાં આવી હતી ત્યારે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ દ્વારા આજ મુદ્દાને લઈને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

કોળી સમાજના આગેવાનોએ શું કહ્યું ?

આ મામલે કોળી સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, કોળી સમાજના આગેવાને જણાવ્યુ હતુ કે, ઋષિ ભારતી બાપુ અમારા સમાજના છે અને જ્યારે અમારા સમાજના કોઈ વ્યક્તિ સંત બને તો તેમના પડખે ઊભું રહેવું તે આમારી ફરજ છે ત્યારે આવી જ બાબતને લઈને ઘણા બધા જિલ્લામાં તો આવેદન પત્ર અપાયું જ છે ત્યારે રાજકોટમાં પણ કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ઋષિભારતી બાપુને હેરાન કરનાર તત્ત્વો સામે તાત્કાલિક પગલા ભરવા માંગ પણ કરવામાં આવી.

Bharti Ashram Controversy

ભારતી આશ્રમનો વિવાદમાં સમાજ વચ્ચે આવતા મામલો ઉગ્ર બન્યો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોળી સમાજના અને અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખને ધમકી મળી હતી અને તેમ પણ અનેક નવા ખુલાસા થયા હતા ત્યારે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ એકઠો થયો અને ઋષિ ભારતી બાપુના પડખે આવ્યો હતો અને આ વિવાદમાં સમાધાન તો ક્યારે આવશે તે તો હવે એક મોટો સવાલ બનીને રહી ગયો છે. ત્યારે એક પછી એક જગ્યાએ આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે હવે આનો અંત શું આવશે તે તો હવે આગામી સમય જ બતાવશે.

આ પણ વાંચો : ચૈતર વસાવા પર પોતાના જ સાથી સાથે મારામારી કરવાનો આરોપ! ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

Read More

Trending Video