Rajkot Bandh : રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ 25મી મેના રોજ TRP ગેમિંગ ઝોનમાં આગ (TRP Game zone Fire)ની ઘટનામાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા પીડિતો માટે ન્યાયની માંગણી માટે ‘બંધ’ (Rajkot Bandh)નું આહ્વાન કર્યું છે. પત્રકારોને સંબોધતા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) રાજકોટ શહેરમાં દુકાનદારો અને અન્ય સંસ્થાઓના માલિકોને વિનંતી કરી હતી કે અગ્નિકાંડની વરસીના દિવસે બંધમાં જોડાય. આજે રાજકોટ બંધન એલાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓએ અમને આ બંધમાં સારું સમર્થન આપ્યું છે. જેનો હું અને કોંગ્રેસ પક્ષ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ (Congress) પીડિતો અને તેમના પરિવારો માટે ન્યાય ઇચ્છે છે, અને હડતાલના કોલ પાછળ કોઈ રાજકીય હેતુ નથી. “આ કોલ કોઈ રાજકીય સ્ટંટ નથી. જીવ ગુમાવનારાઓને ન્યાય મળે તે માટે અમે આ કરી રહ્યા છીએ.”
Rajkot Fire Tragedy : અગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે રાજકોટ સજ્જડ બંધ#rajkot #rajkotband #rajkotupdates #nirbhaynews #gamezoneblast pic.twitter.com/jsby9qHen4
— Nirbhaynews (@nirbhaynews1) June 25, 2024
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમિત ચાવડા પણ સાથે જોડાયા
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પણ બંધ (Rajkot Bandh)ને સફળ બનાવવા રાજકોટના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દુર્ઘટના અંગે ચાલી રહેલી તપાસનો કોઈ ફાયદો થશે નહીં જો તેનો રિપોર્ટ કેસમાં ચાર્જશીટનો ભાગ નહીં બને, કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસે મોરબી બ્રિજ દુર્ઘટના (ઓક્ટોબર 2022)નું ઉદાહરણ ટાંક્યું, જ્યાં SIT રિપોર્ટ ચાર્જશીટનો ભાગ ન હતો.
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, કોંગ્રેસે જે રીતે રાજકીય ખેસની સાઈડ પર રાખીને પહેલાથી જ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે જોડાયા છે તેના કારણે તેમને ખુબ સમર્થન મળી રહ્યુ છે.
આ પણ વાંચો : Amrutbhai Modi : પ્રખર ગાંધીવાદી અમૃતભાઈ મોદીનું અવસાન, 43 વર્ષ સુધી ગાંધી આશ્રમના સેક્રેટરી પદ પર રહ્યા હતા