Rajkot : ભાજપના સદસ્યતા અભિયાનમાં લોકોને જોડવા અવનવા પેંતરા, રાજકોટની આંખની હોસ્પિટલના દર્દીઓને બનાવ્યા સભ્યો

October 19, 2024

Rajkot : ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપ સરકારના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ભાજપ દ્વારા નેતાઓને સદસ્યતા અભિયાન સાથે લોકોને જોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ વખતે 2 કરોડ લોકોને સદસ્ય બનવાનો ટાર્ગેટ આપ્યો છે. ધારાસભ્યો અને સાંસદોને વ્યક્તિગત રીતે પણ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જેમાં સાંસદને 10 હજાર લોકોનો ટાર્ગેટ અને ધારાસભ્યને 5 હજાર સભ્યો જોડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. લોકો સદસ્યતા અભિયાન સાથે જોડાઈ નથી રહ્યા ત્યારે, હવે ભાજપના નેતાઓ ટાર્ગેટ પૂરો કરવા સ્કૂલ કોલેજમાં બાળકોને સદસ્ય બનાવી રહ્યા છે, ધાર્મિક કાર્યક્રમો યોજીને સદસ્ય બનાવી રહી છે, અને ક્યારેક તો હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ ફરજીયાતપણે સદસ્ય બનાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાન રાત્રે હોસ્પિટલમાં દાખલ થઈ સુતેલા દર્દીઓને ઉઠાડી ભાજપના સદસ્ય બનાવી રહ્યો હોય તેવો વિડિઓ વાયરલ થયો છે.

રાજકોટમાં રણછોડદાસ આંખની હોસ્પિટલમાં જૂનાગઢમાંથી લોકોને આંખના ઓપેરશન માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીઓને રાત્રે જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. રાત્રે એક યુવાન આવે છે, દર્દીઓને એવું લાગે છે કે ચેકઅપ માટે કોઈ ડૉક્ટર આવ્યા હશે. પણ એક યુવાન ઊંઘમાં ઉઠેલા દર્દીઓને ઉઠાડી તેમની પાસે મોબાઈલ નંબર લઈને ઓટીપી માંગતો હતો. ત્યારે એક દર્દી દ્વારા તેનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાથી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.

આ વિડીયો વાયરલ થવાથી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે. લોકો ભાજપ વિરોધ કરી રહ્યાં છે, કે ભાજપ સદસ્ય બનાવામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તો છોડી દો. રણછોડદાસ હોસ્પિટલમાં લોકોની ફ્રી સેવા થાય છે, તે જગ્યાને તો તમે રાજનીતિનો અખાડો બનવાનું છોડી દો. ટાર્ગેટ પૂરો કરવાના ઉન્માદમાં ભાજપના નેતાઓ હવે, ભાનભૂલી રહ્યા હોય તેવું આ ઘટનાથી લાગી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે, દર્દીઓને ફરજીયાત ભાજપના સદસ્ય બનાવનાર યુવક વિરુદ્ધ ભાજપ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહિ?

આ પણ વાંચોGajendrasinh Parmar : ગાંધીનગરના પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ, ગજેન્દ્રસિંહ પરમાર સામે આખરે હાઇકોર્ટની લાલ આંખ

Read More

Trending Video