Rajkot: 5 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આક્ષેપ અંગે અમીષા વૈધએ શું કહ્યું ?

July 10, 2024

Rajkot: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)બાદ મનપા (Municipality)સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓએ આજે હડતાળ પાડી હતી. અને બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.તેમજ હોટલ સંચાલક મંડળ પ્રમુખે સીલ ખોલવા માટે RMCના નામે મોટી ખંડણી માંગતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

હોટલ સંચાલકોના આક્ષેપ મુદ્દે અમીષા વૈદ્યનો ખુલાસો

રાજકોટ હોટલ સંચાલક એસોસિયેશનના પ્રમુખ મેહુલ પટેલે સીલ ખોલવા માટે RMCના અધિકારી રૂ. 5 લાખની ખંડણી મગતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, રાજકોટ મહાનગરપાલિકાના નામે એક અધિકારી રૂ. 5 લાખના હપ્તા માગતા હતા. જેમનું નામ અમીષાબેન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વ્યક્તિ RMCમાં અરજી કરે છે અને તેના આવેદન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીલ મારવામાં આવે છે.ત્યારે હોટલ સંચાલકોએ કરેલ આક્ષેપને લઈને કન્સલ્ટન્ટ અમીષા વૈદ્ય કરી પત્રકાર પરિષદ કરી હતી. ત્યારે5 લાખ રૂપિયા લઇને RMC એ કરેલા સિલ ખોલાવી દેવાના આરોપ મામલે ખુલાસો કરતા કહ્યુ હતુ કે, હું રાજકોટ મહાપાલિકાના મિશન મંગલમ પ્રોજેક્ટના ટીમ લીડર રહી હતી. 2016 માં રાજીનામું આપ્યું છે અને હવે કન્સલ્ટિંગ સેવાઓ આપું છું. મારી પાસે અલગ અલગ અરજીઓ આવી હતી જે પૈકીની કેટલીક અરજીઓનું ટેમ્પરરી સેલ ખોલવા મે અરજી કરી હતી. પૈસા લીધાની વાત ખોટી છે.

પૈસા લીધા હોવાની વાત નકારી

વધુમાં તેમણે કહ્યું કે, રાજકોટના કેટલાક હોટેલ અને રેસ્ટોરન્ટના સિલ ખુલ્યા હતા જેના મે ફોટા પડેલા હતા.આ મુદ્દે મે ફોટા RMC અધિકારીઓને મોકલેલા. આ અંગે RMC અધિકારીઓએ કાર્યવાહી કરી ન હતીત્યારે મારા ઉપર પ્રેશર લાવવામાં આવ્યું છે કે તમે આ મામલો મોટો ન કરો, ત્રણ રેસ્ટોરન્ટ ચાલુ હતા અને મેં તેનો વિરોધ કરેલો, મે કોઈ પણ વ્યક્તિ પાસેથી સિલ ખોલાવવા માટે પૈસા નથી લીધા.

સાગઠિયાના બચાવમાં આપ્યું નિવેદન

વધુમાં તેમણે કહ્યું કે,  હરીશ વૈદ્ય મારા પતિ છે અને તે સ્ટ્રક્ચર એન્જિનિયર છે. તમામ કામ લીગલ હોય તો અમે ત્રણ લાખ રૂપિયા ફી તરીકે વસૂલ કરીએ છીએ.સાગઠીયાને અમે ઓળખીએ છીએ,કોન્સર્ટિંગના કામ માટે અમે સાગઠીયા પાસે આવતા જતા.મે સાગઠીયાને ક્યારેય પૈસાની લેતીદેતી કરતાં જોયા નથી.પૈસાની વાત અંગે ભગવાન જાણે મને કાંઈ ખબર નથી. સાગઠીયાને પૈસા લેતા મેં મારી નજરે કોઈ દી જોયા નથી. અમારી ફાઈલ હોય તો અમારે જવાનું હોય છે બીજાની અમને ખબર નથી.

સાગઠીયાની તરફેણમાં આપ્યું નિવેદન

મહત્વનું છે કે આજે ખુબ સાગઠિયાએ કબુલ્યુ હતુ કે,  ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી.એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું છે. તેમ છતા અમિશા વૈદ્ય સાગઠીયાની તરફેણ કરી રહ્યા છે. ત્યારે તેમની સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Bharuch:શું દારૂનાં હપ્તા કમલમ સુધી જાય છે? ચૈતર વસાવાએ પુરાવા સાથે કર્યો મોટો ખુલાસો

Read More

Trending Video