Rajkot:ગુજરાતમાં (Gujarat) વરસાદે હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને (Heavy rain) કારણે ક્યાંક રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે ક્યાયંક , ઘર, દિવાલો ધરાશાયી થઈ છે. તો ક્યાંક ભુવાઓ પડવા પુલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ તંત્રના ભ્રષ્ટાચારને ઉઘાડી પાડે છે. ત્યારે આજે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Rajkot International Airport) રનવેની બોર્ડર પાસે 15 ફૂટની દિવાલ ધરાશાયી ( wall collapsed) થવાની ઘટના સામે આવી છે. માત્ર એક વર્ષ પહેલાં જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટધરાશાયી થવાથી તેની ગુણવતત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.
હીરાસર એરપોર્ટ પર દીવાલ પડી
આજે સવારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસેની બોર્ડરની દીવાલનો મસમોટા ભાગ ધરાશાયી થઈ ગયો હતો એરપોર્ટના રનવેની બોર્ડર પાસે 15 ફૂટની દિવાલ ધરાશાયી થઈ છે.જેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈના જાન-માલને નુકસાન થયું નથી.
એરપોર્ટ એક વર્ષ પહેલા 2654 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું
તમને જણાવી દઈએ કે જ્યાં દિવાલ પડી છે ત્યાંથી વિમાનો ઉડાન ભરે છે. આશ્ચર્યની વાત એ છે કે આ એરપોર્ટ એક વર્ષ પહેલા 2654 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. માત્ર એક જ વર્ષમાં આ દિવાલ ધરાશાયી થવાથી તેની ગણવત્તા સામે અનેક સવાલો ઉભા થાય છે.
એરપોર્ટની છત અગાઉ પડી ગઈ હતી
આ પહેલીવાર નથી કે રાજકોટ એરપોર્ટ પર આવી ઘટના બની હોય. અગાઉ રાજકોટ એરપોર્ટના એક ભાગની છત ધરાશાયી થઈ હતી. આ ઘટના જૂન મહિનામાં બની હતી. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર અકસ્માત બાદ રાજકોટમાં આ ઘટના બની હતી.એક વર્ષ પહેલા બનેલા આ એરપોર્ટનું જુલાઈ 2023માં જ વડાપ્રધાન મોદીએ રાજકોટ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. ત્યારે માત્ર એક જ વર્ષમાં એરપોર્ટ પર આ પ્રકારની ઘટનાઓ સામે અનેક સવાલો ઉછી રહ્યા છે. કોન્ટ્રાક્ટરે મસમોટા પૈસા વસુલ્યા પરંતુ કામ એવું કર્યું કે, માત્ર એક જ વર્ષમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી ગઈ ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાય છે કે, કેંમ તે જોવું રહ્યું..
આ પણ વાંચો : Gujarat Rain Forecast: ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ , જુઓ તમારા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ