Rajkot : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના નામનું લિસ્ટ બનાવવાના આદેશ આપી દીધા. આ સમયગાળો 19 માર્ચ એટલે કે બુધવારે સાંજે 7 વાગ્યે પૂર્ણ થઇ ગયો અને હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મેદાને આવીને એક્શન લઇ રહ્યા છે. અને હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. અને રાજકોટના કુખ્યાત માજીદ ભાણુંના ઘર પર બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ થોડા દિવસ પહેલા માજીદ ભાણુએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. ગુજસીટોક સહિત અનેક ગુનાઓ માજીદ ભાણું સામે નોંધાયેલા છે. ગઈકાલે પણ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં કુખ્યાત બુટલેગર રમા જુણેજા અને જાવેદ જુણેજાના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
Rajkot માં ફર્યું દાદાનું બુલડોઝર કુખ્યાત માજીદ ભાણું ઘર જમીનદોસ્ત#Rajkot #nirbhaynews #demolition #gujarat #nirbhaynews pic.twitter.com/y96Y8ST4nd
— Nirbhaynews (@nirbhaynews1) March 20, 2025
આ પણ વાંચો : Rajkot : રાજકોટના બામણબોરમાં મચ્છુ 1માં કેમિકલયુક્તથી જનતા ત્રસ્ત, કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડતા સ્વાસ્થ્ય જોખમાયું