Rajiv Gandhi Jayanti:રાહુલ ગાંધી રાજીવ ગાંધીની 80 મી જન્મજયંતિ પર ‘વીર ભૂમિ’ પહોંચ્યા, પિતાને આપી શ્રદ્ધાંજલિ

August 20, 2024

Rajiv Gandhi Jayanti: આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની (Rajiv Gandhi ) 80 મી જન્મજયંતિ છે.ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી  (Rahul Gandhi) તેમના દિવંગત પિતા રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ (Veer Bhumi) પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

આજે સવારથી દિલ્હીમાં (Rain) વરસાદના કારણે રાહુલને પણ પિતાના સમાધિ સ્થાને પહોંચવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહીં તેમણે ભારે વરસાદ વચ્ચે તેમના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન રોબર્ટ વાડ્રા અને તેમના પુત્રો પણ રાહુલ ગાંધી સાથે રહ્યા હતા. તેમજ તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

 

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 80મી જન્મજયંતિ પર અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યા. તેમજ પક્ષના નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, બહેન પ્રિયંકા ગાંધી અને માતા સોનિયા ગાંધી સમાધિસ્થળે જોવા મળ્યા ન હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આજે દેશ ગુડવિલ ડે મનાવી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ભારતના મહાન સપૂત હતા. તેમણે કરોડો ભારતીયોમાં આશાનું કિરણ જગાવ્યું અને તેમના અભૂતપૂર્વ યોગદાનથી ભારતને 21મી સદીમાં લઈ ગયા. મતદાનની ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવા, પંચાયતી રાજને મજબૂત કરવા, ટેલિકોમ અને આઈટી ક્રાંતિ, કોમ્પ્યુટરાઈઝેશન પ્રોગ્રામ, સતત શાંતિ સમજૂતી, મહિલા સશક્તિકરણ, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અને નવી શિક્ષણ નીતિ જેવા તેમના ઘણા ખુશ પગલાંઓ દેશમાં પરિવર્તન લાવે છે ફેરફાર અમે ભારત રત્ન, રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘ આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

જાણો  રાજીવ ગાંધી વિશે

તમને જણાવી દઈએ કે, તેમની માતા, વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ, રાજીવ ગાંધીએ 1984માં કોંગ્રેસ પાર્ટીની બાગડોર સંભાળી હતી. તેઓ ઓક્ટોબર 1984માં 40 વર્ષની વયે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. તેઓ 2 ડિસેમ્બર 1989 સુધી વડાપ્રધાન પદે રહ્યા. 21 મે 1991ના રોજ, તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) ના સભ્ય દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gondal નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

Read More

Trending Video