ગઈ કાલે અભિનેત્રી ઉર્વશી સોલંકી (Urvashi Solanki) દ્વારા નડિયાદમાં (Nadiad) આયોજિત ગરબાના કાર્યક્રમમાં એક વિવાદિત નિવેદન આપવામા આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય’ તેના આ નિવેદનને લઈને હાલ સનાતન ધર્મના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને લોકો તેને આ નિવેદનને લઈને માફી માંગવાનું કહી રહ્યા છે ત્યારે આ વચ્ચે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ( Rajbha Gadvi) પણ ઉર્વશીના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. અને તેમણે ઉર્વશીને ફરી વાર સનાતનના કોઈ પણ પ્રોગ્રામમાં સ્ટેજ પર ન આવવા માટે કહ્યું છે આ સાથે તેમણે જે લોકોએ આ નિવેદનને સાંભળ્યું અને તેને જેમણે આ પ્રોગ્રામ કરાવ્યો તેમના પ્રત્યે પણ રોષ વ્યક્ત કર્યો છે.
રાજભા ગઢવીએ વ્યક્ત કર્યો રોષ
રાજભા ગઢવીએ કહ્યુ કે, હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. સનાતન ધર્મમાં નારી શક્તિનો આ પર્વ છે જેમાં એક એક નારીને દુર્ગાના રુપમાં નિરખીને રાસ ઉત્સવ ઉજવાય છે. માની ઉપાસનાના આ પર્વ છે જેને ભાવ અને શ્રદ્ધાથી વિશ્વમાં નારીની સન્માન કરવાની પરંપરા છે. ત્યારે આ વચ્ચે એક મહિલા, નવરાત્રીના આ પાવન પર્વને લવ રાત્રી બનાવવાની કોશિશ કરે છે. નવરાત્રીના પર્વને સેટીંગનો અડ્ડો બનાવવાની વાત કરે છે. આવુ ક્યાં સુધી આપણે સહન કરીશું, તે બેન જે બોલ્યા છે તેમને નારી શક્તિને કારણે વધારે કશુ કહી નથી કહી શકતા પરંતુ આપણે તેમણે સ્ટેજ પર ના આવવા દેવા જોઈએ.
સાંભળવવા વાળા લોકોને ધિક્કાર
વધુમા તેમણે કહ્યું કે, આ બેનને જેટલા લોકો સાંભળતા હતા. તે બધા પર મને ગુસ્સો આવે છે. અહી જે લોકોએ તેના હોકારાનો જવાબ દીધો કે તમે શું માનો છો તેમને માતાજીને કોઈ લેવા દેવા નથી , ધાર્મિક ઉત્સવમાં કોઈ આવુ કરે તેને જવાબ મળવો જોઈએ. જેટલા લોકોએ આ બેનને બોલાવ્યા જેટલા લોકોએ તેને સાંભળી તેમાથી કોઈએ પણ એવું ન કીધી કે તુ આવુ ન બોલ આ ખોટુ છે. એક પણ જણ તેમાંથી ઉભુ ન થયું. જેને લઈને મને બહુ દુ ખ થાય છે, અમારે કેટલી વાર વીડિયો બહનાવવાના અને કેટલી વાર કહેવાનું, બોલાવવા વાળા અને સાંભળા વાળાને ધિક્કાર છે