Rajasthan CM Corona Positive: રાજસ્થાનના (Rajasthan) સીએમ ભજનલાલ શર્માનો ( Bhajanlal Sharma) કોરોના રિપોર્ટ પોઝિટિવ ( Corona Positive) આવ્યો છે. સીએમ ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા સાઇટ X પર આ માહિતી શેર કરી છે. રાજસ્થાનના સીએમ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પછી તેઓ હોમ આઈસોલેટ થયા છે.
ભજનલાલ શર્માએ કર્યુંં ટ્વિટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે ડોક્ટરોની સલાહને અનુસરી રહ્યો છું. આગામી તમામ કાર્યક્રમોમાં હું વર્ચ્યુઅલ રીતે ભાગ લઈશ.
स्वास्थ्य समस्या के चलते आज स्वास्थ्य परीक्षण करवाने पर आज मेरी कोविड रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं एवं आगामी सभी कार्यक्रमों में वर्चुअल माध्यम से सम्मिलित रहूंगा।
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 6, 2024
અશોક ગેહલોતે જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાથના
જ્યારે રાજ્યના પૂર્વ સીએમ અશોક ગેહલોતને આ વિશે ખબર પડી તો તેમણે ભજનલાલ શર્માના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથના કરી હતી. તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કોવિડ પોઝિટિવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.
સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો
કોરોના પોઝિટિવ હોવાના કારણે સીએમ ભજનલાલ શર્માએ કૃષિ સંશોધન કેન્દ્ર દુર્ગાપુરા ખાતે આયોજિત શક્તિ વંદન અભિયાનના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તેમણે ત્યાં હાજર મહિલા શક્તિને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી.
यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:
आज ऑडिटोरियम कृषि अनुसंधान केन्द्र दुर्गापुरा में आयोजित शक्ति वंदन अभियान के समापन समारोह कार्यक्रम में उपस्थित नारी शक्ति को वर्चुअल माध्यम से संबोधित किया। इस सुअवसर पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के ओजस्वी उद्बोधन… pic.twitter.com/Zcha5uhHGH
— Bhajanlal Sharma (Modi Ka Parivar) (@BhajanlalBjp) March 6, 2024
પીએમ મોદીએ કાર્યક્રમમાં સંબોધિત કર્યું
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્તિ વંદન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. CMએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.CMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું આ પ્રસંગે મને માનનીય વડાપ્રધાન મોદીનું જોરદાર ભાષણ સાંભળવાનો અને તેમનું દિલથી માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો.
આ પણ વાંચો : ભાજપ મા છે, નાનું બાળક રમકડાં માટે રડતું હોય તો મોટા બાળક પાસેથી લઈને આપી દે છે : મોહન કુંડારિયા