Rajasthan: રાજસ્થાનના(Rajasthan) કોટામાં (kota) શિવરાત્રી (Mahashivratri) પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણકારી મુજબ શિવ શોભાયાત્રા (shiv barat) દરમિયાન ઈલેક્ટ્રીક શોક (electrocuted) લાગવાથી 14 જેટલા બાળકો દાઝી ગયા હતા. ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના બાળકો સાથે હોસ્પિટલ તરફ દોડી ગયા હતા.
રાજસ્થાનના કોટામાં 14 બાળકોને વીજ કરંટ લાગ્યો
તમામ ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ઉર્જા મંત્રી હીરાલાલ નાગર પણ ઘાયલ બાળકોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના ?
કોટા એસપી અમૃતા ધવને જણાવ્યું કે, આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. કલરમાં પાણી ભરવા માટે કેટલાક લોકો એકઠા થયા હતા, જેમાં 20-25 બાળકો અને સ્ત્રી-પુરુષો હતા જેમાથી એક બાળકે હાથમાં 20 થી 22 ફૂટ લાંબી લોખંડની પાઇપ પકડી હતી જે ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયર સાથે અથડાઇ હતી, જેના કારણે કરંટ ફેલાઇ ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર અન્ય બાળકો પણ વીજ કરંટ લાગતા દાઝી ગયા હતા.
એક બાળકની હાલત નાજુક
અધિકારીએ કહ્યું કે, આ બાળકોને પ્રાથમિકતાના આધારે સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એક બાળકની હાલત નાજુક છે જ્યારે બીજું બાળક 50 ટકા દાઝી ગયું છે. અન્ય બાળકોને તેનાથી ઓછી અસર થઈ છે. મહિલા અધિકારીએ જણાવ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હું જાતે પણ ત્યાં જઈ રહ્યો છું.
કોટાના સાંસદ ઓમ બિરલા પહોંચ્યા હોસ્પિટલ
લોકસભા સ્પીકર અને કોટાના સાંસદ ઓમ બિરલા પોતે વીજળીથી કરંટ લાગતા બાળકોના ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા તમામ ઘાયલ બાળકોને શક્ય મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી લડવા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું