Raj Shekhawat : ગુજરાતમાં નવા ક્ષત્રિય આંદોલનના એંધાણ, રાજ શેખાવત પાઘડીના અપમાનના બદલામાં ફરી મેદાને આવ્યા

October 20, 2024

Raj Shekhawat : ગુજરાતમાં શું ફરી ક્ષત્રિય આંદોલનનું બ્યુગલ ફૂંકાઈ રહ્યું છે ? ક્ષત્રિય આંદોલન વખતે જે ક્ષત્રિય મહિલાઓનું અપમાન થયું અને રાજ શેખાવતની પાઘડીનું અપમાન થયું તેને લઈને હવે કોઈ નવા આંદોલનના ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય આંદોલન જે ક્ષત્રિય મહિલાઓના અપમાનના બદલામાં શરુ કરવામાં આવ્યું હતું, તે જ આંદોલન દરમિયાન રાજ શેખાવતનું જાહેરમાં અપમાન થયું હતું. અને હવે કયાંક એજ અપમાનનો બદલો લેવા મેદાને આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે વડોદરા ખાતે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમને આવનાર ક્ષત્રિય સંમેલન વિશે પણ માહિતી આપી હતી.

શું છે ક્ષત્રિય સંમેલનનો કાર્યક્રમ ?

વડોદરામાં રાજ શેખાવતે પ્રેસ કોન્ફેરન્સ કરી હતી, અને કહ્યું કે, ” ક્ષત્રિય સમાજ આમંત્રણ યાત્રા લઈને નીકળ્યો છે. આ યાત્રા ગુજરાતના બધા જિલ્લાઓમાં જશે. ક્ષત્રિય સમાજને ગામડે-ગામડે થી આમંત્રિત કરી 22 ડિસેમ્બરમાં બપોરે 2 વાગ્યે અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજવામાં આવશે. આ સંમેલન માં દેશભરના ક્ષત્રિય સમાજના મોટા-મોટા આગેવાનો ઉપસ્થિત રહેશે. અને 8 ડિસેમ્બરના રોજ 11 ગરીબ નિરાધાર ક્ષત્રિય રાજપૂત દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરશે.

રાજ શેખાવતે સરકાર પર શું ગંભીર આરોપ લગાવ્યા ?

સરકારે લોકસભા ચૂંટણી વખતે અમારી ક્ષત્રિય અસ્મિતા પર હુમલો કર્યો હતો. સાથે જ મારી પાઘડી પર હુમલો કર્યો હતો. 2 દિવસ પહેલા સમાજના વ્યાપાર પર હુમલો કર્યો. મારુ સિક્યુરિટીનું લાઇસન્સ રદ કર્યું છે. સરકાર તરફથી આટલા બધા સમાજ પર હુમલાઓ થયા છે, ત્યારે સમાજ હવે આનો જવાબ આપશે. હું સંમેલનના કરું તેના માટે સરકારે મારુ લાઇસન્સ રદ કર્યું છે. અને ક્ષત્રિય સમાજ આ મુદ્દાઓને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરશે.

ક્ષત્રિય સંમેલનથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે કે નહિ?

થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે એવું લાગી રહ્યું છે, કે રાજ શેખાવત ક્ષત્રિય સંમેલન કરી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી વખતે પણ ક્ષત્રિયોએ સરકાર સામે સંમેલન યોજ્યું હતું. પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના માટે ઘણા પ્રયત્નો કરાયા, તો પણ ટિકિટ રદ થઇ નહોતી. જે બાદ ફરી ક્ષત્રિય સમાજ જાગ્યો અને અમદવાદ ખાતે યોજાયેલ સંમેલનમાં ભાવનગરના રાજવી વિજયરાજસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે લાગે છે કે ક્ષત્રિયોમાં કોઈ એકતા જોવા મળતી નથી. ક્ષત્રિયો પોતાના નવા નવા સંમેલન સાથે મેદાને આવી રહ્યા છે. ત્યારે હવે ક્યાંક ક્ષત્રિયોના જ આંતરિક ડખા સામે આવે તેવું પણ શક્ય છે. ત્યારે જોઈએ ક્ષત્રિય સંમેલનથી ગુજરાતના ક્ષત્રિયો સંગઠિત થશે કે નહિ ? અને ક્ષત્રિય સંમેલનથી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફટકો પડશે કે નહિ ?

આ પણ વાંચોBanaskantha Police : બનાસકાંઠામાં પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ, પરંતુ પહેલા જ કેમ રીઢા ગુનેગારોને પોલીસ પકડતી નથી ?

Read More

Trending Video