અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર, શહેરના અનેક વિસ્તારો થયા પાણી પાણી

August 24, 2024

Ahmedabad : હવામાન વિભાગની આગાહી ( Meteorological Department forecast) મુજબ રાજ્યમાં ફરી એક વાર મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરુ થઈ છે.ત્યારે અમદાવાદમાં (Ahmedabad) સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતુ ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી.

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર

અમદાવાદમાં આજે વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે. 11 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. શહેરના મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોતા વંદે માતરમ રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે અને આવતી કાલે રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ શહેરોમાં આજેવ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આ પણ વાંચો :  મોરબીથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રગ્સ માફિયાનું ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે ખાસ કનેક્શન

Read More

Trending Video