Rain In Gujarat: રાજ્યમાં ચોમાસાની (monsoon ) વિદાય છતાય સાયક્લોનિક સર્ક્યુલેશનને (cyclonic circulation) પગલે ગુજરાતના (Gujarat) વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં મેઘરાજા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં 3.9 ઈંચ વરસાદ, માળિયા હટિનામાં 3.5 સઈંચ વરસાદ, માણાવદરમાં પણ 3.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે આજે પણ વહેલી સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો હતો અને 9 વાગ્યા સુધીમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસ્યો હતો.
આજે ફરી વાર જામ્યો મેઘાવી માહોલ
. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરવામા આવે તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો છે. મોરબીમાં 3.9 ઈંચ વરસાદ, માળિયા હટિનામાં 3.5 સઈંચ વરસાદ, માણાવદરમાં પણ 3.3 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલીના કુંકવાડિયામાં 3 ઈંચ વરસાદ, 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
આજની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાછોતરા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેની અસરથી પણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે પાછોતરા વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મગફળી સહિતના પાકોમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, બે કામદારોના મોત, 5 ઘાયલ