Rain in Gujarat : ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદનું આગમન, વાતાવરણમાં પ્રસરી ઠંડક

June 9, 2024

Rain in Gujarat : ગુજરાત (Gujarat)માં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે. ગુજરાતના આંગણે નૈઋત્યના ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અને મેઘાએ ગુજરાતમાં દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં વરસાદ (Rain in Gujarat)નું આગમન થતા ત્યાંના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન

દક્ષિણ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર સહિત રાજપીપળામાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ શરુ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનથી પ્રવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળતા બધા ગેલમાં આવી ગયા છે. નર્મદામાં સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. અને સાથે જ રાજપીપલા શહેરમાં વાતાવરણમાં પલટો કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વરસાદે ત્યાં દસ્તક દીધી છે.

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. આખો દિવસ ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. નસવાડી અને સંખેડા તાલુકાના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન

અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાંભા શહેરમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા ગ્રામ્યના લાસા, ગીદરડી, ધાવડીયા, તાતણીયા, ખડાધાર, બોરાળા, ડેડાણ, હનુમાનપુર, તાલડા, દલડી,જામકા સહિત ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ખાંભા ગીર પંથકમાં અસહ્ય ગરમી બાદ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. સાવરકુંડલા ગ્રામ્યમાં પવનના સૂસવાટા સાથે શરૂ થયો વરસાદ છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, થોરડી ગામોમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અને ગરમીથી રાહત પણ મળી છે. ખાંભા ગીરના ગામડાઓ બાદ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. અત્યારે સાવરકુંડલાનું વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલીના ધારી ગીરના તુલશીશ્યામ મંદિર પર મેઘમહેર થઇ છે. ગાઢ જંગલોમાં બિરાજતા ભગવાન તુલશીશ્યામ મંદિર પર મેઘો મહેરબાન થયો છે. તુલશીશ્યામમાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધારી ગીરના અન્ય ગામો સહીત જંગલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.

અમરેલીના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનુ આગમન થઇ ગયું છે. લાઠી તાલુકાના દામનગર પંથકમાં ઘીમી ઘારે વરસાદનું આગમન થયું છે. દામનગર શહેર તેમજ ઠાસા, ભટ્ટવદર, સુવાગઢ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. દામનગર વિસ્તારમાં વરસાદને લઈને વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે.

આ પણ વાંચોModi Cabinet : વડાપ્રધાન પદના શપથ પહેલા સંભવિત મંત્રીઓ સાથે મોદીની મુલાકાત, કહ્યું- 5 વર્ષનો રોડમેપ તૈયાર

Read More

Trending Video