હવામાન વિભાગની ભુક્કા બોલાવી દે તેવી આગાહી ! આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

December 23, 2024

Rain Forecast In Gujarat : ગુજરાતમાં હાલ શિયાળાએ (Winter) જમાવટ કરી દીધી છે. એક તરફ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આ કડકડતી ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે.જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.જેમાં આવતી કાલે એટલે 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરે રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

26થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 28 ડિસેમ્બર સુધીની મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં 26થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આગામી 26-27 ડિસેમ્બરે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક છુટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવશે પલટો

28 ડિસેમ્બરે હવામાન વિભાગે કચ્છ,તાપી, ડાંગ,વલસાડ અને નવસારી એમ પાંચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેથી ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.

ખેડૂતોની ચિંતામાં થયો વધારો

મહત્વનું છે કે, હાલ ખેડૂતોએ રવિપાકનું વાવેતર કરી દીધું છે ત્યારે કમોસમી વરસાદની આગાહી કરતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે આ કમોસમી વરસાદ ખેડૂતોના રવિ પાકને બહુ મોટુ નુકસાન પહોંચાડી શકે છે એક તરફ ખેડૂત પાકના પુરતા ભાવ ન મળવાને કારણે પરેશાન છે તેવામાં હવે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોના માથે વધુ એક સંકટ મંડરાઈ રહ્યુ છે…

આ પણ વાંચો :  મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને હાઈકોર્ટમાંથી પણ ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Read More

Trending Video