Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી સમયે વરસાદના એંધાણ, ખેલૈયાઓમાં ચિંતા, હવામાન વિભાગે દરિયો ન ખેડવા આપી સૂચના

October 11, 2024

Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ તો ચોમાસાની વિદાય થઇ જ ગઈ છે. પરંતુ અચાનક લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સર્જાતા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી આજે અને આવતીકાલે એટલે કે 12 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વરસાદ પડશે

અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ થયો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રને વરસાદે વિદાય આપી દીધી છે પરંતુ કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે અનેક ગરબા આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, 11મી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આપને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં આ વર્ષે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 138 ટકા નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ વરસાદ કચ્છમાં 185 ટકા, સૌરાષ્ટ્રમાં 148 ટકા, દક્ષિણ ગુજરાતમાં 142 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 133 ટકા અને ઉત્તર ગુજરાતમાં 115 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોNoel Tata : રતન ટાટાના નિધન બાદ આજે ટાટા ટ્રસ્ટના ચેરમેનની જાહેરાત, નોએલ ટાટા સંભાળશે કમાન

Read More

Trending Video