Rahul Gandhi ની ભારત જોડો ન્યાયયાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરશે, જાણો ન્યાયયાત્રાને લગતી તમામ વિગતો

March 7, 2024

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે આ બધાની વચ્ચે આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે આજથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના ધોલપુરથી આજે બપોરે બાંસવાડા આવશે. આ યાત્રામાં ભાગ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બાંસવાડા પહોંચશે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ યાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે.

ન્યાયયાત્રા આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે

આ યાત્રા ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે અને ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે. આ ન્યાય યાત્રા દરમ્યાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 70 થી વધુ સ્થળો સ્વાગત કરવામાં આવશે.

આજનો કાર્યક્રમ

  • આ યાત્રા આજે બપોરે ત્રણ વાગ્યે રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે.
  • ઝાલોદ ખાતે સાડાત્રણ વાગ્યે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે.
  • ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. રાહુલ ગાંધી અહીં લીંમડી ખાતે રાત્રિરોકાણ કરશે.

8 માર્ચનો કાર્યક્રમ

  • આવતી કાલે આ ન્યાયયાત્રા સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.
  • દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા પહોંચશે જ્યાં સ્થાનિક કાર્યકર અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આવતી કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આ નિમિત્તે કાર્યક્રમ યોજાશે.
  • સવારે 11 વાગ્યે ન્યાયયાત્રા પીપલોદ પહોંચશે
  • સાડા અગિયાર વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે. અહીં યાત્રાનું સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે.
  • બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા હાલોલ પહોંચશે.અહીં પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન કરાશે.
  • હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે આ દરમિયાન પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી દર્શન કરી શકે છે.
  • પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે.
  • બોડેલી ખાતે ન્યાયયાત્રાનું રાત્રિરોકાણ થશે.

9 માર્ચનો કાર્યક્રમ

  • ભારત જોડો ન્યાય યાત્રા 9 માર્ચે સવારે આઠ વાગ્યે બોડેલીથી નસવાડી પહોંચશે અહીં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે.
  • ન્યાયયાત્રા રાજપીપળા પહોંચશે, જ્યાં સ્વાગત અને ભોજનનો પ્રોગ્રામ થશે
  • રાજપીપળાથી કાલાઘોડા, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરાશે
  • આ ન્યાયયાત્રા અહીંથી નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાક કોર્નર બેઠક થશે.

10 માર્ચનો કાર્યક્રમ

  • 10 માર્ચે સવારે માંડવી ખાતે આ યાત્રાનું આગમન થશે.
  • રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે
  • બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન થશે.
  • ત્યાર બાદ આ ન્યાયયાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે.
  • વ્યારા ખાતે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે.
  • વ્યારાથી આ યાત્રા સોનગઢ પહોંચશે, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે.

આ પણ વાંચો :  Ahmedabad : દાણીલીમડામાં ફ્લેટમાં ભીષણ આગ, 30 લોકોનું રેસ્ક્યૂ, 1 બાળકનું મોત

Read More

Trending Video