Rahul Gandhi Resigned: 17 જૂને કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi ) વાયનાડ સીટ છોડશે અને પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી લડશે. આ પછી રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે. પ્રિયંકા ગાંધી હવે વાયનાડથી પેટાચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ વાયનાડ સીટ ખાલી કરવા માટે પોતાનું રાજીનામું લોકસભા સ્પીકરના કાર્યાલયને મોકલી આપ્યું છે.આવી સ્થિતિમાં હવે આપણે સમજીએ કે રાહુલ ગાંધીએ વાયનાડ સીટને બદલે રાયબરેલી કેમ પસંદ કરી અને તેની પાછળનો રાજકીય અર્થ શું છે.
ખડગેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી લડશે, જે રાહુલના રાજીનામાને કારણે ખાલી પડી છે. સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ ઉપરાંત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર હતા.
મલ્લિકાર્જુન ખડગેએ કરી જાહેરાત
બેઠક બાદ પત્રકારોને નિર્ણયની માહિતી આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ રહેશે. કારણ કે ગાંધી પરિવારનું રાયબરેલી સાથે મોટું જોડાણ છે. પેઢીઓથી ગાંધી પરિવારના સભ્યો રાયબરેલીથી ચૂંટણી લડતા આવ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમને ત્યાંના લોકોનો પ્રેમ પણ મળ્યો છે. ત્યાંના લોકો ઇચ્છતા હતા કે રાહુલ ગાંધી પણ વાયનાડ બેઠક પરથી સાંસદ બને. પરંતુ કાયદો આને મંજૂરી આપતો નથી. તેથી, અમે નક્કી કર્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
રાહુલ ગાંધીએ શું કહ્યું ?
રાહુલ ગાંધીએ આ પ્રસંગે કહ્યું કે વાયનાડ અને રાયબરેલી સાથે મારું ભાવનાત્મક જોડાણ છે. હું છેલ્લા પાંચ વર્ષથી વાયનાડથી સાંસદ હતો. હું લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. અમે સાથે મળીને વાયનાડને આપેલા દરેક વચનને પૂર્ણ કરીશું. હું સમયાંતરે વાયનાડની પણ મુલાકાત લઈશ. રાયબરેલી સાથે મારો લાંબો સંબંધ છે, હું ખુશ છું કે મને તેનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, પરંતુ તે એક મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે મારું વાયનાડ અને રાયબરેલી બંને સાથે જોડાણ છે.
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું ?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું વાયનાડના લોકોને રાહુલ ગાંધીની ગેરહાજરી અનુભવવા નહીં દઉં. હું સખત મહેનત કરીશ અને દરેકને ખુશ કરવા અને સારા પ્રતિનિધિ બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો ઘણો જૂનો સંબંધ છે અને તેને તોડી શકાય તેમ નથી. મેં બંને જગ્યાએ 20 વર્ષથી કામ કર્યું છે. હું રાયબરેલીમાં મારા ભાઈને પણ મદદ કરીશ. અમે રાયબરેલી અને વાયનાડ બંને જગ્યાએ હાજર રહીશું.
આ પણ વાંચો : Gandhinagar : TET-TAT ઉમેદવારોનું ગાંધીનગરમાં હલ્લાબોલ, મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થઈ કરશે દેખાવ