Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે હવે બેઠક બાદ તેમણે સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક પૂર્ણ થઇ ગઈ છે. અને રાહુલ ગાંધી હયાત હોટલ તેમના રાત્રી રોકાણ માટે જવા રવાના થઇ ગયા છે.
રાહુલ ગાંધીની નેતાઓને ટકોર
અત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ તમામ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને એક ટકોર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે “આપણી લડાઈ ભાજપ સામે છે. અંદરો અંદર નથી. આપણી કોમ્પિટિશન ભાજપ સાથે કરવાનું છે, અંદરો અંદર કોઈ જ કોમ્પિટિશન કરવાનું નથી.”
નિરીક્ષકો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ તમામ સાથે વાતચીત કરી
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ નિરીક્ષકો સાથે જે બેઠક યોજી હતી, તેમાં અંદાજે 40 મિનિટ સુધી નિરીક્ષકોને વન ટુ વન સાંભળ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે જિલ્લા પ્રમુખોની વરણીમાં કોઈ જાતિવાદ રાખતા નહિ. મજબૂત નેતાને પ્રાથમિકતા આપવી. અને સાથે જ કહી દીધું કે જે જિલ્લા પ્રમુખની કામગીરી સારી હશે તેને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. આ સાથે જ દરેક જિલ્લામાં કોંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : National Herald : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ