Rahul Gandhi : શીખોની ટિપ્પણી પર રાહુલ ગાંધીની સ્પષ્ટતા, ‘ભાજપ મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે’

September 21, 2024

Rahul Gandhi : રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ અનામત અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે આ મુદ્દે પહેલીવાર વિપક્ષી નેતા રાહુલની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપ અમેરિકામાં મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.

વાસ્તવમાં, 10 સપ્ટેમ્બરના રોજ, રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, “લડાઈ એ વાતની છે કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની છૂટ છે કે પછી ભારતમાં શીખોને કાડા પહેરવાની છૂટ છે. શું શીખોને ગુરુદ્વારા જવાની છૂટ છે અને આ બધા ધર્મો વિશે છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી પણ કહ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો જોડીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી પણ કહ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો જોડીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ નેતાએ લખ્યું, “ભાજપ અમેરિકામાં મારા નિવેદનો વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ-બહેનને પૂછવા માંગુ છું – શું મેં કહ્યું તેમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ નથી? જ્યાં દરેક શીખ – અને દરેક ભારતીય – કોઈપણ ડર વિના તેમના ધર્મનું પાલન કરી શકે છે, પરંતુ તેઓ મને ચૂપ કરવા માટે ઉત્સુક છે, હું હંમેશા એવા મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છે: વિવિધતા, સમાનતા અને પ્રેમમાં આપણી એકતા.”

આ પણ વાંચોDelhi CM Oath Ceremony : આતિશીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, દિલ્હીના સૌથી યુવા અને નવમાં મુખ્યમંત્રી બન્યા

Read More

Trending Video