Rahul Gandhi : રાહુલ ગાંધી ચૂંટણીઓ પહેલા શ્રીનગર પહોંચ્યા, કહ્યું, અમે લોકસભા ચૂંટણીમાં PM મોદીનો વિશ્વાસ તોડી નાખ્યો

August 22, 2024

Rahul Gandhi : દેશમાં આ વખતના લોકસભા ચૂંટણીના પરિણામે ક્યાંક ભાજપના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો છે. લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે બાદ કોંગ્રેસનો આત્મવિશ્વાસ ક્યાંક વધી ગયો હોય તેવો લાગે છે. જે બાદ હવે દેશમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે જનતા પણ ક્યાંક બદલાવ ઈચ્છે છે. ત્યારે હવે જયારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે રાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે. આ મુલાકાત દ્વારા કોંગ્રેસે પણ સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનની રક્ષા કરશે.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘જ્યારે દેશના અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે હું ખડગેજીને મળ્યો હતો. પછી અમે નક્કી કર્યું કે આપણે પહેલા જમ્મુ-કાશ્મીર જઈએ, કારણ કે અમે દેશના લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આઝાદી પછી ભારતના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે.

શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમે જે ડરમાં રહો છો તે હું સંપૂર્ણપણે ખતમ કરવા માંગુ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે હું જાણું છું કે તમે લોકોએ શું સહન કરવું પડશે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગઠબંધન થશે, પરંતુ તે કોંગ્રેસના કાર્યકર્તાઓના સન્માન સાથે કરવામાં આવશે, કારણ કે તમે તમારું આખું જીવન કોંગ્રેસ પાર્ટીને વધારવામાં અને ભારતની રક્ષા કરવામાં વિતાવ્યું છે.

આ પણ વાંચોMadhya Pradesh : મોહમ્મદ પૈગંબર પર વિવાદાસ્પદ ટીપ્પણીએ MPમાં હંગામો મચાવ્યો, ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો; ભારે પથ્થરમારો

Read More

Trending Video