Rahul Gandhi : રાહુલ ગાંધીનું અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત, VHPના વિરોધ વચ્ચે ગુજરાતમાં પહોંચ્યા રાહુલ

July 6, 2024

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)થી તેઓ સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યકરોની ભીડ ઉમટી છે. સાથે જ તેમના આગમન પહેલા VHP દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ના કોંગ્રેસ કાર્યાલય પહોંચતા જ રાહુલ ગાંધીનો જયજયકાર કરવામાં આવ્યો હતો. હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું અને ગુજરાત આવવા બદલ અભાર વ્યક્ત કર્યો.

રાહુલ ગાંધીએ સંસદમાં શું કહ્યું હતું?

2 જુલાઈએ સંસદમાં હિન્દુ ધર્મ પર ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ અહિંસાનો દેશ છે. તે ભયભીત નથી. આપણા મહાપુરુષે આ સંદેશ આપ્યો હતો કે ડરશો નહીં, ડરશો નહીં અને ત્રિશૂળને જમીનમાં દાટી દો. જ્યારે કે જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા-હિંસા, નફરત-દ્વેષમાં વ્યસ્ત રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદી, ભાજપ અને આરએસએસ આખો હિન્દુ સમાજ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ બહુ ગંભીર વિષય છે. “શું આ માત્ર એક સંયોગ છે કે પછી કોઈ પ્રયોગની તૈયારી છે?”

રાહુલના નિવેદન બાદ ગુજરાતમાં આક્રોશ

રાહુલ ગાંધીના હિન્દુ ધર્મ અંગેના નિવેદન બાદ ગુજરાતમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. તેથી રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોRahul Gandhi in Gujarat : રાહુલ ગાંધી અમદાવાદ પહોંચે તે પહેલા VHPએ કર્યા દેખાવો, પૂતળા દહન કરતા પોલીસે કરી અટકાયત

Read More