Haryana-Jammu kashmir: ટિકિટ માટે રાહુલ ગાંધીએ મૂકી શરત

August 20, 2024

Haryana-Jammu kashmir: હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને રાહુલ ( RAHUL GANDHI) ગાંધીએ નાના-મોટા નેતાઓ માટે શરતો સ્પષ્ટ કરી દીધી છે. હાલ હરિયાણામાં ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને દેશમાં ભારે ઉત્તેજના છે. અને એમાંય ટિકિટની વહેંચણીને લઈને પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે. સોમવારે કોંગ્રેસ ( CONGRESS ) સ્ક્રીનિંગ કમિટીમાં આને લગતા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ રાજ્યોમાં ટિકિટની વહેંચણીને લઈને રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું છે.

 

‘ભલામણના આધારે ટિકિટ આપવામાં આવશે નહીં’

રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગમે તેટલા મોટા નેતા હોય, માત્ર ભલામણના આધારે જ તેમને ટિકિટ ન આપવી જોઈએ, પરંતુ પાર્ટીના મજબૂત કાર્યકરને ટિકિટ આપવી જોઈએ, પછી ભલે કોઈ મોતા નેતા તેનું નામ ન લે. તેમણે કહ્યું કે બહારથી આવતા નેતાને માત્ર એ આધાર પર ટિકિટ ન આપવી જોઈએ કે તે જીતી શકે છે અને તેની પાસે સંસાધનો છે, જો પાર્ટીના કોઈપણ નેતાની જીતવાની સંભાવના હોય તો તેને પ્રાથમિકતા આપવી જોઈએ. મોટા નેતાઓ માટે પણ શરતો લાગુ.

 

રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ નેતાને માત્ર એટલા માટે ટિકિટ નહીં મળે કે તેઓ મોટા છે. તેમણે કહ્યું કે પાર્ટીના નેતા મોટા હોય છે અને જીતી શકે છે પરંતુ જો તેમની સામે ભ્રષ્ટાચાર, ગંભીર ગુના, મહિલાઓ કે દલિતો વિરુદ્ધ ગંભીર ગુનાની શ્રેણીમાં કોઈ કેસ નોંધાયેલ હોય તો તેમને ટિકિટ ન મળવી જોઈએ. તેમણે કહ્યું, ‘પાર્ટી એક સર્વે પણ કરી રહી છે, તેથી અમે તમારી તપાસમાં મળેલા નામો અને સર્વેમાં આવેલા નામોને પણ મેચ કરીશું.’

આ દિવસે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાશે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ( ELECTION )  એક તબક્કામાં યોજાશે. જ્યાં 1લી ઓક્ટોબરે મતદાન( COUNTING ) થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી થશે.

 

આ પણ વાંચો :

C K RAVICHANDRAN DEATH : કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા,ને કેમેરા સામે થયું મોત

Read More

Trending Video