Rahul Gandhi : રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા ગુજરાત પોલીસ એક્શનમાં, જેલમાં બંધ કાર્યકર્તાઓએને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

July 6, 2024

Rahul Gandhi : રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ સહિતના પીડિત પરિવારોને મળશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) અમદાવાદ (Ahmedabad) આવે તે પહેલા જ ભાજપે પોતાના દાવ રમવાના શરુ કરી દીધા છે. મણિનગર જેલમાં બંધ કોંગ્રેસના પથ્થરમારાના 5 આરોપીઓને આજે જ કોર્ટમાં રજુ કરી દેવામાં આવ્યા. અને આ આરોપ સાથે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તો રાહુલ ગાંધી તે કાર્યકરોને મળી શકશે નહિ. ભાજપના આ એક બાદ એક નવા દાવને કારણે અને રાહુલ ગાંધીના ગુજરાત આગમનથી હવે રાજકારણ ગરમાયુ છે. તો જોવાનું રહ્યું કે હવે જયારે રાહુલ ગાંધી ગુજરાત આવે છે અને નવા દાવપેચ ખેલવામાં આવી રહ્યા છે ત્યારે આ ક્યાંક કોઈ નવાજુનીના એંધાણ તો નથી ને ?

Read More