Rahul Gandhi in Gujarat : અગ્નિકાંડના પીડિતો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપે કર્યા આ ગતકડા

July 6, 2024

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ગુજરાત પ્રવાસે (Gujarat Visit) આવવાના છે. તેઓ ગુજરાતમાં કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓને મળશે અને ખાસ સુરત તક્ષશિલા અગ્નિકાંડથી લઈને રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) સહિતના પીડિત પરિવારોને મળશે.ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભાજપમાં ચિંતામાં હોય તેવું લાગી રહયું છે. કારણ કે, રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં ભાજપને જીતનો પડકાર ફેંક્યો હતો અને જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ મજબુત થઈ રહી છે તે રીતે ભાજપને્ મુશ્કેલી ઉભી રહી છે.

રાહુલ ગાંધીનો શું છે સમગ્ર કાર્યક્રમ

1:00 વાગ્યે : અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં INC નેતાઓ સાથે બેઠક

1:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન

2:00 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે પોલીસ કસ્ટડીમાં INC નેતાઓના પરિવારજનો સાથે મુલાકાત

2:30 વાગ્યે : પીસીસી કાર્યાલય, કોંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના, મોરબી બ્રિજ તૂટી, વડોદરા (હરણી બોટ દુર્ઘટના) અને સુરત (તક્ષશિલા આગની ઘટના)ના પીડિતો સાથે બેઠક

પીડિત પરિવારનો રાહુલ ગાંધીને ન મળે તેના માટે ભાજપના ગતકડા

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે રાહુલ ગાંધી આજે અમદવાદમાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારજોને મળવાના છે ત્યારે આ પરિવારજનો રાહુલ ગાંધી સુધી ન પહોંચે તે માટે ભાજપના કેટલાક આગેવાનો અને પોલીસે ગતકડા કર્યા હતા. ભાજપના કેટલાક નેતાઓએ તેમને વાયદો કર્યો હતો કે તેઓ રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ નહીં જાય તો તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવીને ન્યાય અપાવીશું. આ દર્શાવે છે રાહુલ ગાંધીની મુલાકાત ભાજપ માટે કેટલું ટેન્શન છે કારણ કે અગ્નિકાંડને એક મહિનો પુરો થયો ત્યારે જે રીતે કોંગ્રેસના બંધના એલાનને જે રીતે સમર્થન મળ્યું હતુ તેના કારણે કોંગ્રેસ મજબુત થઈ હોય અને ભાજપ ક્યાંય નબળી પડી હોય તેવું લાગી રહ્યં હતુ ત્યારે આજે રાહુલ ગાંધી પીડિત પરિવારજનો સાથે મળીને લોકોમાં પોતાનું મજબુત સ્થાન બનાવી શકે છે.  રાહુલ ગાંધીની આ ગુજરાત મુકલાત  મોટી અસર પાડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surendrnagar : સુરેન્દ્રનગર બન્યું ખાડાનગર ! આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજી નોંધાવ્યો વિરોધ

Read More

Trending Video