Rahul Gandhi in Gujarat : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે (Rahul Gandhi in Gujarat) છે. રાહુલ ગાંધીનું પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ ગયું છે. ત્યારે તેઓ અમદાવાદ (ahmedabad) પહોંચે તે પહેલા જ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે આજે કોંગ્રેસમાં કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ છે. સૌ કોઈ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને મળવા માટે ત્યાં પહોંચ્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ પોસ્ટરો બતાવી પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. VHP દ્વારા પૂતળા દહન કરવામાં આવતા પોલિસ દ્વારા તેઓની અટકાયત પણ કરવામાં આવી છે.
આ સાથે જ VHP દ્વારા પોસ્ટર બનાવવામાં આવ્યું છે. જે લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને મુસ્લિમ બતાવવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે, “મેં ફિરોઝ જહાંગીર ખાન કે પોતા હું”. રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દૂ ધર્મ પરના નિવેદનને લઈને હવે VHP તેમનો સતત વિરોધ કરી રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતની રાજનીતિમાં આવેલો આ ગરમાવો શું નવાજુની કરે છે ?