અમેરિકી સાંસદ ઇલ્હાન ઓમર સાથે રાહુલ ગાંધીની મુલાકાત પર છેડાયો નવો વિવાદ, જાણો શું છે કારણ?

September 11, 2024

Rahul Gandhi in America : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા.આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે,જેણે વિવાદ સર્જ્યો છે. આ તસવીરોમાં રાહુલ ગાંધી સાથે ભારત વિરોધી ઈલ્હાન ઉમર (Ilhan Omar) પણ જોવા મળે છે. હવે આ મામલે ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

ઇલ્હાન ઓમર સાથેની મુલાકાત પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજુ વર્માનું કહેવું છે કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે બેતાબ છે.આ ઉતાવળના કારણે જ કોઈ કટ્ટરપંથી ઈસ્લામિક ઈલ્હાન ઉમરને મળી શકે છે.

ભાજપના નેતા નિશિકાંત દુબેનું નિવેદન

ભાજપના નેતા નિશિકાંત દુબેએ કહ્યું કે લાલ વર્તુળમાં રહેલી આ મહિલા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઈલ્હાન ઉમર છે, જે ખાલિસ્તાન અને કાશ્મીરને અલગ દેશ બનાવવાનું સતત સમર્થન કરે છે. અત્યારે રાહુલ ગાંધીજી અમેરિકામાં આ એજન્ડા માટે સમર્થન એકત્ર કરી રહ્યા છે.

 કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કામ કરી હોવાનો આક્ષેપ

ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં ઈલ્હાન ઉમરને મળ્યા છે. ઇલ્હાન ભારત વિરોધી, કટ્ટર ઇસ્લામિક અને આઝાદ કાશ્મીરનો હિમાયતી છે. પાકિસ્તાનના નેતાઓ પણ આ બેઠકને લઈને સતર્ક રહેશે. કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કામ કરી રહી છે.

 બેઠક ક્યાં મળી હતી અને કોણ કોણ રહ્યુ હતુ હાજર ?

આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં રેબર્ન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં થઈ હતી. આ બેઠક કોંગ્રેસમેન બ્રેડલી જેમ્સ શેરમેને હોસ્ટ કરી હતી. ઇલ્હાન ઓમર ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં સેનેટર જોનાથન જેક્સન, સેનેટર રો ખન્ના, સેનેટર રાજા કૃષ્ણમૂર્તિ, સેનેટર બાર્બરા લી, સેનેટર શ્રી થાનેદાર, જીસસ જી. ગાર્સિયા, સેનેટર્સ હેન્ક જોહ્ન્સન અને જાન શાકોવસ્કી.

કોણ છે ઇલ્હાન ઉમર?

ઇલ્હાન ઉમર અમેરિકન સાંસદ છે. તે 2019 થી યુએસ કોંગ્રેસની ડેમોક્રેટિક સભ્ય છે. તે પ્રથમ આફ્રિકન શરણાર્થી છે જે ચૂંટણી જીતીને અમેરિકી સંસદમાં પહોંચી છે. તે સંસદીય સીટ પર ચૂંટણી જીતનાર પ્રથમ અશ્વેત મહિલા પણ છે. અમેરિકી સંસદમાં પહોંચનારી પ્રથમ બે મુસ્લિમ-અમેરિકન મહિલાઓમાં તે પણ સામેલ છે. તે અમેરિકામાં તેના ઈઝરાયેલ વિરોધી વલણ માટે જાણીતી છે.

ઇલ્હાને વર્ષ 2022માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી હતી. આ જ પ્રવાસ અંગેના અમેરિકાના વાર્ષિક અહેવાલમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાને ઇલ્હાનના પ્રવાસને ભંડોળ પૂરું પાડ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે 18 થી 24 એપ્રિલ સુધીના ઈલ્હાન ઉમરના પ્રવાસ માટે ફંડ આપ્યું હતું. જેમાં તેમના રહેઠાણ અને ભોજનનો ખર્ચ પણ સામેલ હતો.

ઇલ્હાન તેના ભારત વિરોધી વિચારો માટે જાણીતી છે. તેમણે અમેરિકી સંસદમાં પીએમ મોદીએ આપેલા ભાષણનો પણ બહિષ્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈલ્હાન ઉમરે વિદેશી મંચ પરથી ઘણી વખત ભારતની ટીકા કરી છે. તેણે ભારતને લઘુમતી વિરોધી પણ ગણાવ્યું છે. એક નિવેદનમાં, બિડેન પ્રશાસન પર નિશાન સાધતા, ઇલ્હાન ઉમરે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ લઘુમતીઓ વિરુદ્ધ અભિયાન લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેમણે ત્યારે પણ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ હોવું એ અપરાધ સમાન છે.

આ પણ વાંચો :  ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ આપી ચેતવણી

Read More

Trending Video