Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોંગ્રેસ કર્યો કરો સાથે કરશે મુલાકાત

July 4, 2024

Rahul Gandhi : ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે બનેલી ઘટના બાદ રાજકારણ ગરમાયુ છે. હાલ મળતી માહિતી મુજબ 6 જુલાઈએ રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાત આવવાના છે. ગુજરાત આવી પહેલા ગાંધી આશ્રમ જશે અને ત્યાંથી તેઓ પગપાળા કોંગ્રેસ ભવન પહોંચશે. કોંગ્રેસ ભવન પર તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ ધર્મને લઈને કરેલી ટિપ્પણી બાદ ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ ગુજરાતમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મોટાપાયે વોરધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહયું કે 6 જુલાઈએ રાહુલ ગાંધી જયારે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારમાં શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.

Read More

Trending Video