Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 6 જુલાઈએ આવશે ગુજરાત, અમદાવાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે

July 5, 2024

Rahul Gandhi : ગુજરાતમાં આવતીકાલે એટલે કે 6 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદ (Ahmedabad) આવી સૌ પ્રથમ ગાંધી આશ્રમ (Gandhi Ashram)થી કોંગ્રેસ ભવન સુધી પગપાળા જશે. તેઓ કોંગ્રેસ (Congress) કાર્યકરોને પણ મળવાના છે. હવે આ સમગ્ર મામલે એવી પણ શક્યતાઓ છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે જગન્નાથજી મંદિરે (Jagannathji Temple) દર્શન કરવા જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની અમદાવાદમાં રથયાત્રા યોજાવાની છે. અને ખાસ તો રથયાત્રાની આગલી સાંજે આરતી માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી પણ જતા હોય છે. તેવામાં રાહુલ ગાંધી પણ જો ત્યાં દર્શન માટે પહોંચે તો ત્યાં વિરોધ પક્ષ અને સત્તાપક્ષ જગન્નાથજીના મંદિરે દર્શનમાં સાથે જોવા મળી શકે તેવી શક્યતાઓ છે.

Read More