Vinesh Phogat : ભારતીય મહિલા કુસ્તીબાજ (Indian women wrestlers) વિનેશ ફોગાટે (Vinesh Phogat) પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympics 2024)મંગળવારે 6 ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો. વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5/0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીતવાની દિશામાં એક પગલું ભર્યું.વિનેશની જીત બાદ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને વિનેશની આ જીતને તેની સામે પ્રશ્ન ઉઠાવતા હતા તેમને જોરદાર જવાબ ગણાવ્યો હતો અને સાથે તેને શુભેચ્છા આપી હતી.
વિનેશ ફોગાટની જીત બદલ રાહુલ ગાંધીએ આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું,” એક જ દિવસમાં 3 શ્રેષ્ઠ કુસ્તીબાજોને હરાવ્યા બાદ આજે વિનેશની સાથે આખો દેશ ભાવુક છે.જે લોકોએ વિનેશ અને તેના સાથીદારોના સંઘર્ષને નકારી કાઢ્યો, તેમની નિયત અને ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા તે તમામને જવાબ મળી ગયો છે,આજે ભારતની બહાદુર દિકરીઓ સામે સત્તાનું આખું તંત્ર ધરાશાયી થયું છે જેમને આ દિકરીઓને લોહીના આસુએ રડાવ્યા હતા. ચેમ્પિયનની આ જ ઓળખ છે કે તે પોતાનો જવાબ મેદાનમાં આપે છે. વિનેશને ખુબ શુભેચ્છાઓ, પેરિસમાં તમારી સફળતાનો પડઘો સ્પષ્ટપણે દિલ્હી સુધી સંભળાઈ રહ્યો છે.
મહાવીર ફોગાટે બ્રિજભૂષણ પર કર્યો પ્રહાર
આ સાથે વિનેશના કાકા અને તેના ગુરુ મહાવીર ફોગાટ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. મહાવીર ફોગાટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર પ્રહાર કર્યો છે. મહાવીર ફોગટે કહ્યું, “દીકરી વિનેશે બ્રિજભૂષણના મોઢા પર જોરદાર તમાચો માર્યો છે. અમારી દીકરીએ જે કર્યું છે, તે બ્રિજભૂષણ સિંહ ક્યારેય નહીં કરી શકે. તેણે વિનેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ જનતા વિનેશની સાથે છે. મારી દીકરીએ મારા સપના પૂરા કર્યા. અને ભગવાન તેણીને આગળ લઈ જાય.” તે જ સમયે, સેમિફાઇનલ મેચ પહેલા મહાવીર ફોગાટે કહ્યું હતું કે મને આશા છે કે તે ગોલ્ડ લાવશે.
एक ही दिन में दुनिया की तीन धुरंधर पहलवानों को हराने के बाद आज विनेश के साथ-साथ पूरा देश भावुक है।
जिन्होंने भी विनेश और उसके साथियों के संघर्ष को झुठलाया, उनकी नीयत और काबिलियत तक पर प्रश्नचिन्ह खड़े किए, उन सभी को जवाब मिल चुका है।
आज भारत की बहादुर बेटी के सामने सत्ता का… pic.twitter.com/MzfIrYfRog
— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2024
કંગનાએ આપી પ્રતિક્રિયા
વિનેશની જીત પર એક તરફ તેને રાજકારણના અનેક દિગ્ગજો શુભેચ્છાઓ આપી રહ્યા છે ત્યારે બીજી તરફ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે રેસલર વિનેશ ફોગટની આ મોટી જીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે.કંગનાએ આ જીત પર પણ કટાક્ષ કર્યો છે જેના કારણે અત્યારે લોકો તેને ખુબ ટ્રોલ પણ કરી રહ્યા છે.
તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, ‘હું ભારતને પહેલું ગોલ્ડ મળે તે માટે પ્રાર્થના કરી રહી છું. વિનેશ ફોગટે એકવાર આંદોલનમાં ભાગ લીધો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‘મોદી તમારી કબર ખોદશે’. આમ છતાં તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. તેને શ્રેષ્ઠ તાલીમ, કોચ અને સુવિધાઓ મળી. આ લોકશાહીની સુંદરતા અને સારા નેતા છે.
વિનેશ ફોગાટની આ ત્રીજી ઓલિમ્પિક
મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના આરોપી અને ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં નવો ઈતિહાસ રચવાની અણી પર છે. હરિયાણામાં 25 ઓગસ્ટ 1994ના રોજ જન્મેલી વિનેશ ફોગાટ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે. વર્ષ 2019 માં, તે લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી. વિનેશ ફોગાટની આ ત્રીજી ઓલિમ્પિક છે.
બ્રિજભૂષણ સિંહ સામે વિનેશ ફોગાટનો સંઘર્ષ
વર્ષ 2023માં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે ભારતીય કુસ્તીબાજોના વિરોધનું નેતૃત્વ કરનારા કુસ્તીબાજોમાં વિનેશ ફોગાટ પણ સામેલ હતી. આ ચળવળ જાન્યુઆરી 2023 માં વિનેશ ફોગટ સાથે સાક્ષી મલિક, અંશુ મલિક અને બજરંગ પુનિયા જેવા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તીબાજો સાથે શરૂ કરવામાં આવી હતી. આ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના વિસર્જનની માંગ કરી રહ્યા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે ફેડરેશનના કોચ અને તેના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ લાંબા સમયથી મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરી રહ્યા છે.
આ સમય દરમિયાન તેમણે ધરણાં કર્યા, રસ્તાઓ પર રાતો વિતાવી અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો. આ પછી, જ્યારે સરકારે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું, ત્યારે કુસ્તીબાજોએ આંદોલન સમાપ્ત કર્યું. પરંતુ, કંઇ ન થતાં એપ્રિલમાં ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લે ડિસેમ્બર 2023 માં, WFI ની નવી ચૂંટાયેલી સંસ્થાને રમત મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી.આમ અનેક સંઘર્ષો બાદ વિનેશ હારી નહીં અને આજે તેને સમગ્ર દેશને જવાબ આપ્યો છે.
આ પણ વાંચો : Gandhinagar: ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી , શું હવે આંદોલન પુરુ થયું ?