દેશમાં લોકસભાની ચૂંટણીનું રણશીંગૂ ફૂંકાઈ ચુક્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરને ખાળવા માટે મુંબઈમાં બે દિવસથી I.N.D.I.A. ગઠબંધનની બેઠક મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં મળી બીજા દિવસે નેતાઓએ એકતા દર્શાવવા ગૃપ ફોટો ખેંચાવ્યો. આ ગઠબંધનમાં 28 પાર્ટીઓના નેતાઓ એક સાથે આવ્યા છે. આ દરમિયાન મીટિંગને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતુ.
PM પર નિશાન
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ઈન્ટરનેશનલ અખબારોમાં આવ્યું છે કે, એક બિલિયન ડોલર પૈસા હિંદુસ્તાનની બહાર ગયા છે અને ભારતમાં આવ્યા છે. નરેન્દ્ર મોદીજી G20 કરાવી રહ્યાં છે અને હિંદુસ્તાનની આબરૂની વાત છે. નરેન્દ્ર મોદીજીએ કહી દેવું જોઈએ કે તેઓ તપાસ કરાવશે જો તેઓ તપાસ નહી કરાવે તો સમગ્ર દેશને ખબર પડી જશે કે કેમ તપાસ નથી કરાવવામાં આવી રહી.
BJP પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ I.N.D.I.A અલાઈન્સને લઈને કહ્યું કે, સ્ટેજ પર જે નેતાઓ છે, જે પાર્ટીઓ છે તે હિંદુસ્તાનની 60% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને જો આપણે એક સાથે મળીને ચૂંટણી લડીશું તો ભાજપ ચૂંટણી જીતી જ નહી શકે. I.N.D.I.A ગઠબંધન ભાજપને ચૂંટણીમાં સરળતાથી હરાવી દેશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ દેશના ગરીબો પાસેથી ધન છિનવીને પસંદગીના ત્રણ લોકોને આપે છે.
PM ખોટું બોલ્યા
તેમણે કહ્યું કે, હું જ્યારે લદ્દાખ ગયો હતો તો મેં ત્યાં પોતે ચીની લોકોને જોયા છે. લદ્દાખના સ્થાનિક લોકોએ મને જણાવ્યું કે ચીન પર PM ખોટું બોલી રહ્યાં રહ્યાં છે. ચીને અમારી જમીન લઈ લીધી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ દેશમાં એક બિઝનેસ મેન અને PM વચ્ચે સાઠગાંઠ છે.
અમારું વિઝન જલ્દી સૌની સામે આવશે
રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધન વચ્ચે સીટ શેરીંગને લઈને કહ્યું કે, આ મુદ્દે અમે બધા ચર્ચા કરી નિષ્કર્ષ કાઢીશું સાથે જ કોર્ડિનેશન કમિટિ પણ બનશે. અમે પ્રોગ્રામની વાત કરી છે. અમે એક કમિટિ બનાવી રહ્યાં છીએ. જે પોલીસી વિશે વિચારવિમર્શ કરશે. જે આપણા ખેડૂતો, મજૂરો છે તેમના માટે જે અમારું વિઝન છે તે જલ્દી જ સૌની સામે હશે.