પુણેમાં હેલિકોપ્ટર ટેકઓફ થયા બાદ દુર્ઘટનાગ્રસ્ત, બે પાઈલટ સહિત ત્રણ લોકોનાં મોત

October 2, 2024

Pune Helicopter Crash: મહારાષ્ટ્રના ( Maharashtra) પુણેમાં (Pune) હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયું છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જે બાદ પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ

અહેવાલ અનુસાર, હેરિટેજ એવિએશનનું VT-EVV રજીસ્ટ્રેશન ધરાવતું અગસ્તા 109 હેલિકોપ્ટર પુણેના ઓક્સફોર્ડ હેલિપેડથી લગભગ 20 એનએમ દૂર ક્રેશ થયું હતું. ડીજીસીએએ કહ્યું કે હેલિકોપ્ટરમાં બે પાયલટ અને એક એએમઈ હતા, જ્યારે કોઈ પેસેન્જર નહોતા. હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય ક્રૂ મેમ્બરના મોતના અહેવાલ છે. પાયલોટ કેપ્ટન પિલ્લઈ અને કેપ્ટન પરમજીત હતા. હેલિકોપ્ટરે સવારે 7 વાગ્યે ઉડાન ભરી હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે. ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિંજેવાડી પોલીસ સ્ટેશન (પિંપરી ચિંચવાડ પોલીસ) અને ઉડ્ડયન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત ?

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનું મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું.આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. હેલિકોપ્ટરે મુંબઈના જુહુથી હૈદરાબાદ તરફ ઉડાન ભરી હતી. આ દરમિયાન ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર પુણેના પૌડ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું તે ખાનગી કંપની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટરનું હતું. આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હતો.

દુર્ઘટનાને કારણે હેલિકોપ્ટરને ભારે નુકસાન

દુર્ઘટનાને કારણે હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં પણ આગ લાગી હતી. હેલિકોપ્ટર ત્યાં જ તૂટી પડ્યું હતું. પાયલોટ આનંદ આ હેલિકોપ્ટરનું પાયલોટિંગ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં પાયલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ, પીએમ મોદીએ રાજઘાટ પહોંચીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

Read More

Trending Video