Puja Khedkar ને UPSC એ નોકરી પરથી હટાવી દીધી, પરીક્ષામાં બેસવા દેવા પર પણ પ્રતિબંધ

July 31, 2024

Puja Khedkar: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેણીની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખેડકરના તમામ દસ્તાવેજોની તપાસના આધારે, UPSCએ ખેડકરને CSE-2022 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી જાહેર કરી છે. યુપીએસસીએ પહેલા જ આ કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. તાજેતરમાં UPSCએ પૂજા ખેડકર સામે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ. યુપીએસસીએ આ મામલે એફઆઈઆર પણ નોંધાવી હતી.

Puja Khedkarને UPSCએ નોકરી પરથી હટાવી દીધી

ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે. હાલમાં તે પ્રોબેશન પર હતી, પરંતુ તેને કાયમી નિમણૂક પહેલા જ કાઢી મૂકવામાં આવી હતી. વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર પર નકલી દસ્તાવેજો દ્વારા નોકરી મેળવવાનો આરોપ હતો. પૂજા ખેડકરે 2022ની UPSC પરીક્ષા પાસ કરી હતી અને હાલમાં તે મહારાષ્ટ્રમાં ટ્રેઇની IAS તરીકે પોસ્ટેડ હતી. પોતાની પહેલી પોસ્ટિંગમાં જ તેણે વિચિત્ર ડિમાન્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે વિવાદ વધતાં તેની પુણેથી વાશિમ બદલી કરવામાં આવી હતી. એટલું જ નહીં, બાદમાં સામે આવ્યું કે તેણે નોન-ક્રિમી લેયર ઓબીસી અનામત મેળવવા માટે ખોટા દસ્તાવેજો આપ્યા હતા.

પૂજા ખેડકરને આપ્યો હતો આટલો સમય

એટલું જ નહીં તેણે તેના માતા-પિતાના નામ પણ બદલી નાખ્યા હતા. આ એટલા માટે કરવામાં આવ્યું હતું જેથી ઓબીસીને અનામતનો લાભ મળી શકે અને UPSC પરીક્ષામાં બેસવાની વધારાની તક મળી શકે. જ્યારે આ વાતે જોર પકડ્યું તો UPSCએ તેની સામે FIR પણ નોંધાવી છે. આ સિવાય પૂજા મનોરમા દિલીપ ખેડકરને પણ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી હતી. આ સિવાય પોતાની ઓળખ છુપાવીને પરીક્ષામાં બેસવાની તક મેળવવા માટે દોષિત ઠેરવી હતી. પૂજા ખેડકર પાસે નોટિસનો જવાબ આપવા માટે 25મી જુલાઈ સુધીનો સમય હતો, પરંતુ તેણે 4 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. તેણીએ કહ્યું કે આ સમય દરમિયાન હું જરૂરી દસ્તાવેજો એકત્રિત કરીશ.

પૂજા ખેડકર યુપીએસસીની કોઈપણ પરીક્ષામાં ભાગ લઈ શકશે નહીં

પૂજાની અપીલ પર UPSCએ તેને 30 જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યા સુધી જવાબ આપવાનો સમય આપ્યો હતો. આ સમય સુધી જવાબ ન મળતાં UPSCએ તેમને સેવામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. એટલું જ નહીં, હવે તે યુપીએસસીની કોઈપણ પરીક્ષામાં ભાગ લઈ શકશે નહીં.

 UPSCએ પહેલા જ આપી હતી ચેતવણી

આ સંદર્ભમાં UPSCએ તેને પહેલેથી જ કહ્યું હતું કે જો નિર્ધારિત સમયમાં જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે અને પછીથી તેમની કોઈપણ અરજી પર વિચાર કરવામાં આવશે નહીં. પબ્લિક સર્વિસ કમિશને કહ્યું કે પૂજા ખેડકર CSE-2022ની પરીક્ષાના ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી સાબિત થઈ છે. પૂજા નિયમોની બહાર ગઈ હતી અને ખોટા દસ્તાવેજો દ્વારા તેને વધારાની તક મળી હતી. હવે યુપીએસસીએ પૂજા ખેડકરને ભવિષ્યમાં પણ કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો : એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ ન કર્યું : Amit Shah

Read More

Trending Video