chhotaudepur: ફિલ્મ ‘Maharaj’ ને લઈને વિરોધ યથાવત, વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મને બેન કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

June 20, 2024

Maharaj Film Controversy: બોલીવુડના જાણીતા કલાકાર આમિર ખાનનો (Aamir Khan) દિકરો જુનેદ ખાનની (Junaid Khan) ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે.આરોપ છે કે, ફિલ્મમાં હિન્દુ ધર્મની નિંદા કરવામાં આવી છે અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ પણ નીંદનીય વાતો કહેવામાં આવી છે. આ મામલો હવે હાઈકોર્ટ  (High Court) સુધી પહોંચ્યો છે. આજે કોર્ટ આ ફિલમ જોશે અને તે બાદ તેના પણ નિર્ણય સાંભળશે. ત્યારે આજે મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દૂ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

 છોટાઉદેપુરમાં મહારાજ ફિલ્મનો વિરોધ

પ્રાપ્ત જાણકારી મુજબ છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિકસ OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત રહેલી આમિર ખાનની મહારાજ ફિલ્મના (Maharaj Film) અમુક દ્રશ્યોમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેથી રોષે ભરાયેલા ભક્તોએ આજરોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Surendranagar: નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં પાક નિષ્ફળ, ખેડૂતોમાં રોષ

Read More

Trending Video