રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને વિરોધ, NSUIના કાર્યકરોએ કલેક્ટર ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કરતા થઈ ઝપાઝપી

August 7, 2024

Rajkot :  ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં (Forest Beat Guard Exam)  જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી રાજકોટ કલેક્ટર કચેરી (Rajkot collector office) ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું હતું. જેમાં NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા હતા આ દરમિયાન જ્યારે તેઓ કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ (Police) અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. પોલીસે ટીંગાટોળી કરીને 6 જેટલા યુવાનોની અટકાયત કરી હતી.

રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લઈને વિરોધ

પ્રાપ્ત જાણકારી મુજબ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના પરિણમમાં થેયલા ધાંધિયાને લઈને આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. CBRT પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિરોધ નોંધાવી રહ્યા હતા ઉમેદવારોએ વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો…હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.જે બાદ બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. એક કાર્યકર તો પોલીસવાન પર ચડી ગયો હતો. જો કે કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસે એક એકને ખેચીને બહાર કાઢ્યા હતા અને કૂલ 6 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

ગૌણ સેવાની જાહેરાત પણ ઉમેદવારોનું આંદોલન યથાવત

તમને જણાવી દઈએ કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લેખિત પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવી હતી. જો કે જ્યારે આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે અનેક મોટા ગોટાળા સામે આવ્યા હતા જેના કારણેઉમેદવારોમાં રોષ હતો આ મામલે છેલ્લા કેટાય દિવસથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા પરંતુ ગૌણ સેવા દ્વારા યોગ્ય જવાબ ન મળતા ઉમેદવારો ગાંધીનગરમાં પહોંચ્યા હતા અને બે દિવસ સુધી વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી હતી અને ફોરેસ્ટ ભરતીમાં અગાઉ 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હવે વધુ 25 ગણું મેરિટ જાહેર કરાશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આ જાહેરાત પણ ઉમેદવારોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. ઉમેદવારોની મુખ્ય માંગ તે છે કે, CBRT પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા હાલની જગ્યામાં વધારો કરવામાં આવે.

આ પણ વાંચો : રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું- વિનેશને શક્ય તમામ મદદ આપવામાં આવી, અમે IOC સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Read More

Trending Video