Pravin Ram : થોડા સમય પહેલા બોટાદ કડદા કાંડ ગુજરાતમાં સખ્ત ચર્ચાનો વિષય બન્યો હતો. અને બોટાદમાં ખેડૂતો સાથે થતા કડદા કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. અને બોટાદમાં કડદા આંદોલન કર્યું હતું. જે બાદ બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ જ બબાલમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ બોટાદ કડદા કાંડના આંદોલન બાદ જેલવાસ ભોગવી રહેલા ખેડૂત નેતા પ્રવીણ રામ પર ભાવનગરમાં વધુ એક FIR કરવામાં આવી છે. હાલ પ્રવિણ રામને રાજકોટ જેલમાંથી ભાવનગર જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જેલમાં રહીને વિડીયો વાયરલ થયો હતો જે મામલે હવે તેમના પર વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. આવતીકાલે AAP નેતા પ્રવીણ રામને ભાવનગર કોર્ટમાં હાજર કરવામાં આવશે.